તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કેમ ભણશે ? ; હળવદમાં 38 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના 4.400 વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત
ધોરણ 9 થી 12 ના હજારો વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો ન હોવાથી તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું

હળવદમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જ્યાં 38 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના અંદાજે 4 હજાર 400 વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. હળવદની મોડેલ સ્કૂલમાં તો છેલ્લા 10 વર્ષથી ધોરણ 6 થી 8 માં શિક્ષકોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ધોરણ 9 થી 12 ના હજારો વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો ન હોવાથી તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. શિક્ષણ વિભાગની આ ગંભીર બેદરકારીને પગલે વાલીઓ અને શિક્ષકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
