તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
મોરબીના સિરામિક ઉદ્યોગમાં ફરી ધમધમાટ: ઈરાન યુદ્ધને કારણે ઊભી થયેલી ઇંધણ કટોકટી હળવી થતાં ૭૫૦ થી વધુ કારખાનાઓમાં ફરીથી ઉત્પાદન શરૂ
ઇંધણનો પુરવઠો ખોરવાતા મોરબીના મોટાભાગના સિરામિક એકમોને અસ્થાયી ધોરણે તાળા મારવાની નોબત આવી હતી,

રાજકોટ: સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ અને દુનિયાભરમાં ટાઇલ્સ નિકાસ માટે પ્રખ્યાત મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે ધીમે ધીમે તેની સામાન્ય ઉત્પાદન ક્ષમતા તરફ પરત ફરી રહ્યો છે.
થોડા સમય અગાઉ ઈરાન યુદ્ધના કારણે પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને ઇંધણના સપ્લાયને ભારે અસર થઈ હતી. ઇંધણનો પુરવઠો ખોરવાતા મોરબીના મોટાભાગના સિરામિક એકમોને અસ્થાયી ધોરણે તાળા મારવાની નોબત આવી હતી, જેના પગલે રોજગારી ગુમાવતા હજારો શ્રમિકો વતન પરત ફર્યા હતા.
પરંતુ હવે પરિસ્થિતિ થાળે પડતા અને ઇંધણ પુરવઠો ફરીથી નિયમિત થતાં મોરબીના ૭૫૦ થી વધુ સિરામિક યુનિટ્સ ફરીથી ધમધમવા લાગ્યા છે.
ઇંધણના વિકલ્પ તરીકે ઉદ્યોગકારો પીએનજીની સાથે પ્રોપેન ગેસનો પણ ઉપયોગ કરી રહ્યા છે. કારખાનાઓ શરૂ થતાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાથી શ્રમિકો પાછા ફર્યા છે.
જોકે, ગેસના ભાવ વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં આશરે ૮૦ ટકા જેટલો જંગી વધારો નોંધાયો હોવાથી ટાઇલ્સના બજારભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.*
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
