<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ITRA જામનગર દ્વારા ભવ્ય આયોજન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કોમન યોગ પ્રોટોકોલ થકી થશે યોગાભ્યાસ

ધન્વંતરી મેદાન ખાતે યોગાભ્યાસની સાથે વડાપ્રધાનનું યોગ વિષેનું વકતવ્ય જીવંત પ્રસારણ કરાશે અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલું યોગ ફ્યૂઝન પરફોર્મન્સ પ્રસ્તુત થશે

જામનગર : વર્ષ ૨૦૨૬માં ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ૧૨ વર્ષ થવા જઈ રહ્યાં છે ત્યારે આ વર્ષે “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” તેવી થીમ હેઠળ યોગની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદનું એક અનેરૂ અમૃત છે, ત્યારે ITRA જામનગર દ્વારા ૨૧ જૂન રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી ધન્વંતરી મેદાન ખાતે યોગાભ્યાસની સાથે વડાપ્રધાનનું યોગ વિષેનું વકતવ્ય જીવંત પ્રસારણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલું યોગ ફ્યૂઝન પરફોર્મન્સ પ્રસ્તુત કરવામાં આવશે. સાથોસાથ યોગ વિષેની જરૂરી માહિતી અને લાભાલાભ વિષે પણ ઉપસ્થિત સૌકોઈને જ્ઞાન આપવામાં આવશે. સંપૂર્ણ નિ:શુલ્ક આ આયોજનમાં જામનગરની યોગ અને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને જોડાવા માટે ITRA ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(9:18 PM IST)