તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
જામનગરમાં સોમવતી અમાસના અવસરે ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે વિશેષ ઉજવણી
બાળકોમાં સારા સંસ્કારો, માનવતા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન

જામનગર :સોમવતી અમાસના પાવન અવસરે ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા નટવરલાલ સરૂપચંદ ઠક્કર તથા હંસાબેન નટવરલાલ ઠક્કરના સૌજન્યથી બાળકોને તેમના મનપસંદ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વેદમંત્ર ગાયત્રી મંત્ર ના જપ સાથે સોમવતી અમાસની ભાવપૂર્ણ અને સંસ્કારમય ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં સારા સંસ્કારો, માનવતા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા દાતાશ્રીઓના સેવાભાવી સહયોગ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
