તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: રાજસ્થાનના ચુરુમાં સવારથી અતિભારે વરસાદ : અરબી સમુદ્રના ભેજથી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા
ચુરુમાં ધોધમાર વરસાદથી ઠંડક, હવામાન વિભાગની આગાહી: રાજસ્થાનના પશ્ચિમી અને ઉત્તરી ભાગોમાં આજે વરસાદી છાંટા પડશે

(ચંદ્રેશ હિરાણી દ્વારા)મોટી પાનેલી તા.૧૬ : રાજસ્થાનના હવામાનમાં ફરી પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના ચુરુ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તાકાતના કારણે આકાશમાં વાદળો ઘેરાયા છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
સવારથી શરૂ થયેલો વરસાદ ચુરુ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર વરસી રહ્યો છે. સત વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા સર્જાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાંથી મળી રહેલા ભરપૂર ભેજના કારણે આજે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને રાજ્યના પશ્ચિમી અને ઉત્તરી ભાગો જેવા કે બીકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, સીકર, ઝુંઝુનૂ અને નાગૌરમાં વરસાદી છાંટા સાથે વીજળીના ચમકારા પડવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી 24 કલાક સુધી રહેવાની શક્યતા છે. તેના કારણે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે.
ખેડૂતોને પોતાના પાક અને ખેતરની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઊભા ન રહેવુ. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી.હવામાન વિભાગે આગામી અપડેટ પર નજર રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
