<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ગોંડલ પંથકમાં પ બાળકો પાસે અરસપરસ ખરાબ કૃત્‍ય કરાવી બે શખ્‍સોએ વિડીયો ઉતાર્યો

વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર ભોજપરા ગામના મનીષ સોલંકી તથા હેમાંગ ગોગીયા સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૬: ગોંડલ પંથકના એક ગામમાં પાંચ બાળકો પાસે ખરાબ કૃત્‍ય કરાવી વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર બે શખ્‍સો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી  વિગતો મુજબ ભોગ બનનાર સગીર બાળકની માતાએ આરોપી મનીષ સોલંકી તથા હેમાંગ ગોગીયા રે. ભોજપરા   સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ઉકત બંને આરોપીઓએ બે વર્ષ નોરતામાં રાત્રીના ફરીયાદીના સગીર પુત્ર તથા અન્‍ય ૪ સગીરોને ડેલામાં લ જઇ ખરાબ કૃત્‍ય કરવા જણાવતા સગીર બાળકોએ ના પાડતા આરોપીએ બાળકોને લાફા માર્યા હતા. બાદમાં પાંચેય સગીર બાળકો બળજબરીપુર્વક બીજા સાથે ખરાબ કૃત્‍ય કરાવી તેનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે ગોંડલ તાલુકા પોલીસમાં ઉકત બંને આરોપીઓ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:15 PM IST)