News of Tuesday, 16th June 2026
માતા-પિતા રાજકોટ સાથે ન લઇ જતાં કંધેવાડીયાની યુવતિએ ફાંસો ખાધો
વિંછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૧૬: વિંછીયાના કંધેવાડીયા ગામે રહેતી ૨૪ વર્ષની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ કંધેવાડીયા ગામે રહેતી ૨૪ વર્ષની યુવતિએ ગત બપોરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારના સદસ્ય જોઇ જતાં દેકારો મચાવતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. તેણીને નીચે ઉતારી સારવાર માટે વિંછીયા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી. યુવતિ ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજી છે. તેના સગાના કહેવા મુજબ એક બહેન રાજકોટ ભણતી હોઇ માતા-પિતા તેને મળવા માટે રાજકોટ જતાં હોઇ આ યુવતિએ પોતાને પણ સાથે આવવું છે તેમ કહ્યું હતું. પણ માતા-પિતા સાથે ન લઇ જતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે નિવદેન નોંધવા તજવીજ કરી હતી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
