તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ૫૫૫ કિલો ડ્રાયફ્રુટનો મહાઅભિષેકઃરાજોપચાર પૂજન અને આતશબાજીથી આકાશ ઝળહળ્યું
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ પુરુષોત્તમ માસની સોમવતી અમાસે ભવ્ય પૂર્ણાહુતિઃ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞની પૂર્ણાહુતિઃ ૧૦૮ કિલો ફૂલોની વર્ષા, સમૂહ દીપોત્સવ મહાઆરતીમાં હજારો ભક્તો જોડાયા

રાજકોટ,તા.૧૬: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક જેઠ માસની સોમવતી અમાસ કાલે સોમવારે ભવ્ય રીતે ઉજવાઈ હતી.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આખો માસ ચાલેલા ધાર્મિક ઉત્સવોની કાલે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વહેલી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતીથી દિવસની શરૂઆત થઈ. આખા મંદિરને ‘કલ્પવળક્ષ' થીમથી સજાવવામાં આવ્યું હતું. દાદાને વિશેષ મુગટ, દિવ્ય વાઘા અને લીલા પાંદડાઓથી શણગારવામાં આવ્યા. ગર્ભગળહમાં લટકતા લાઇટોના ઝુમ્મરો અને નાની-મોટી આકર્ષક ગદાઓથી સમગ્ર પરિસર દીપી ઉઠ્યું હતું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં૧૭ મે થી શરૂ થયેલા એક માસ લાંબા ‘શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'ની શાષાોક્ત વિધિથી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાથે મારૂતિ યજ્ઞનું પણ આયોજન થયું હતું. સાંજે ૫:૦૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ૫૫૫ કિલો ડ્રાયફ્રુટ એટલે કે કાજુ, બદામ વગેરેથી દિવ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોતીનો અભિષેક કરાતા ભક્તો માટે દર્શનીય નજારો સર્જાયો. ૧૦૮ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાંજે ૪:૦૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનુ દિવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રાજાધિરાજ માનીને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરાયું હતું. તેમને વિશેષ વાઘા, આભૂષણો, ફળ, પુષ્પ અને સ્વાદિષ્ટ નૈવેદ્ય ધરાવવામાં આવ્યા. ચાર વેદના મંત્રો અને શાષાીય સંગીતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા. સાંજે ૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા સમૂહ દીપોત્સવ મહાઆરતી અને દિવ્ય સંધ્યા આરતી ઉતારવામાં આવી. હજારો દીવડાના પ્રકાશથી આખું સાળંગપુર ધામ ઝળહળી ઉઠ્યું હતું. મહાઆરતી બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. રંગબેરંગી રોશનીથી આકાશ રંગાઈ ગયું અને ‘જય શ્રીરામ, જય હનુમાન'ના જયઘોષથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને અને લાખો ભક્તોએ ઓનલાઈન માધ્યમથી લીધો. સંતોએ તમામ ભક્તો પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની કળપા સદાય બની રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. શાષાો મુજબ હનુમાનજીદાદા વેદોના જાણકાર છે. એટલે રાજોપચાર પૂજનમાં રાજાને ગમતા ઉપચારો - વષા, આભૂષણ, સંગીત, નળત્ય અને મંગલ નિરાજન - બધું જ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સમર્પિત કરવામાં આવ્યું હતું.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
