News of Monday, 15th June 2026
જામનગરમાં એસટી ભરતી માટે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ દરમિયાન રેડ ક્રોસ સોસાયટી ખાતે વિદ્યાર્થીઓનો ભારે હોબાળો સર્જાયો
સરકાર દ્વારા ટ્રેનિંગ ફરજિયાત કરાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્થળ પર ઉમટ્યા:એડમિશન પ્રક્રિયા દરમિયાન અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતાં રેડ ક્રોસ ઓફિસની અંદર જ રોષ ફાટી નીકળ્ય

જામનગરમાં એસટી ભરતી માટે ફરજિયાત બનાવવામાં આવેલી ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ દરમિયાન રેડ ક્રોસ સોસાયટી ખાતે વિદ્યાર્થીઓનો ભારે હોબાળો સર્જાયો હતો. સરકાર દ્વારા ટ્રેનિંગ ફરજિયાત કરાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્થળ પર ઉમટ્યા હતા, જેના કારણે ભારે ભીડ જોવા મળી હતી. એડમિશન પ્રક્રિયા દરમિયાન અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતાં રેડ ક્રોસ ઓફિસની અંદર જ રોષ ફાટી નીકળ્યો હતો. ગઈકાલે નામ નોંધાવ્યા હોવા છતાં આજે પણ પોતાની વારો ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ વધુ વણસતા સંસ્થાએ તાત્કાલિક જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી અને શાંતિ જાળવવા માટે પોલીસની મદદ લેવી પડી હતી, જેના પગલે સ્થિતિ કાબૂમાં આવી હતી.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
