<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

બે દિવસથી ગૂમ સંજયની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડવે લટકી લાશ મળી

વિરેન્‍દ્રગઢના યુવાનના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧૫: ધ્રાંગધ્રાના વિરેન્‍દ્રગઢ ગામે રહેતો સંજયભાઇ રમેશભાઇ ધામેચા (ઉ.વ.૨૬) નામનો યુવાન ૧૩મીએ સવારે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેની લાશ ધ્રાંગધ્રાના જંગલ વિસ્‍તારમાં પાણીની ખાણ પાસે ઝાડમાં લટકતી મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી લાશ નીચે ઉતરાવી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી હતી. મૃત્‍યુ પામનાર સંજયભાઇ ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો હતો. તેના પિતા ખેત મજુરી કરે છે. બનાવ આપઘાતનો છે કે અન્‍ય કંઇ બન્‍યું? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. યુવાના દિકરાના મોતથી ધામેચા-કોળી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. 

(2:55 PM IST)