તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
ચોટીલા પાસેની હોટલમાં ઉભી રહેલી કારમાંથી પોણા ત્રણ લાખનો દારૂ કબ્જેઃ ચાલક ફરાર

વઢવાણ તા.૧૩: ચોટીલા પોલીસે કિયા સેલ્ટોસ કારમાંથી રૂા.૭.૭૦ લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂા.૭,૭૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
કોન્સ્ટેબલ સરદારસિંહ જગાભાઈ બારડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે ચાણપા ગામના બ્રિજ પાસે આવેલી દેવાંર્ગી હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરવામાં આવી હતી.
ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલી કિયા સેલ્ટોસ કાર (જીજે-૨૭-ડીએચ-૯૩૬૧) ની તપાસ કરતાં તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ૧૮૦ ML વિદેશી દારૂના ૭૬૮ ચપલા (કિંમત રૂા.૧,૧૫,૨૦૦), ૫૦૦ ML બિયરના ૧,૨૦૦ ટીન (કિંમત રૂા.૧,૫૦,૦૦૦), એક કિયા સેલ્ટોસ કાર (કિંમત રૂા.૫,૦૦,૦૦૦) અને રૂા.૫,૦૦૦નો મોબાઈલ ફોન તથા અન્ય સામાનનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂા.૭,૭૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
