News of Thursday, 11th June 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દિવ્ય સ્વરૂપો અને "કિંગ ઓફ સાળંગપુર"ના કૉપીરાઇટ-ટ્રેડમાર્ક સર્ટિફિકેટ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં સમર્પિત : ભાવિ પેઢીઓ માટે આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ, D N AHYA & CO. દ્વારા IP નોંધણી પૂર્ણ
ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની આવશ્યકતા : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે : કોઠારી વિવેકસાગર સ્વામી

રાજકોટ : સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો તથા "કિંગ ઓફ સાળંગપુર" સહિત વિવિધ બૌદ્ધિક સંપત્તિ હકોના સર્ટિફિકેટ આજે ભાવપૂર્વક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા. ભાવિ પેઢીઓ સુધી ધામની આધ્યાત્મિક વિશિષ્ટતા અને ઓળખ સુરક્ષિત રાખવાના શુભ હેતુથી આ નોંધણીઓ કરવામાં આવી છે.
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા
માત્ર એક મંદિર જ નહીં પરંતુ કરોડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ તથા લોકપ્રિય ઓળખરૂપ "કિંગ ઓફ સાળંગપુર" સહિતના વિવિધ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણીઓ સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં આવી છે.
આ નોંધણીનો મુખ્ય હેતુ પવિત્ર ધામની ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ કરવાનો છે, જેથી કોઈ પણ પ્રકારનો દુરુપયોગ ન થાય.
આજે પ્રાપ્ત થયેલ તમામ કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના પ્રમાણપત્રો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રક્રિયા દેશની અગ્રણી લો ફર્મ D N AHYA & CO. દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્ય આઈ.પી. ક્ષેત્રના નિષ્ણાત દર્શિત આહ્યાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, "ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની આવશ્યકતા છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે."જય શ્રી કષ્ટભંજન દેવ.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
