તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
કચ્છમાં હાજીપીર પંથકની લુડબાય જૂથ પંચાયતની સરકારી જમીન પર દબાણ દૂર કરાયા :6685 ચોમી જગ્યા ખુલી કરાઈ
સરકારી જમીન પર વ્યાપારી હેતુ માટે મોટા પાયે લોજ, હોટલ, ખાણી-પીણીની રેકડીઓ-દુકાનો તેમજ કરિયાણાની દુકાનો સહિતના કોમર્શિયલ બાંધકામો ઊભા કરી દેવાયા હતા

કચ્છના હાજીપીર પંથકની લુડબાય જૂથ પંચાયતની સરકારી પડતર જમીન પર કેટલાક તત્વો દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે પાકા અને કાચા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. આ અંગે વહીવટી તંત્ર અને પોલીસને વિગતો મળતા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે, દબાણકર્તાઓએ આ સરકારી જમીન પર વ્યાપારી હેતુ માટે મોટા પાયે લોજ, હોટલ, ખાણી-પીણીની રેકડીઓ-દુકાનો તેમજ કરિયાણાની દુકાનો સહિતના કોમર્શિયલ બાંધકામો ઊભા કરી દીધા હતા. પોલીસે સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને આ તમામ વ્યવસાયિક દબાણો હટાવી દીધા છે.
પશ્ચિમ કચ્છ પોલીસની આ કડક ઝુંબેશને કારણે અંદાજે 6,685 ચોરસ મીટર જેટલો વિશાળ સરકારી જમીનનો ટુકડો ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે. સરકારી ચોપડે આ ખુલ્લી કરાયેલી જમીનની અંદાજિત કિંમત આશરે રૂ. 8 લાખ જેટલી થવા જાય છે. પોલીસની આ આકરા વલણથી પંથકના અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
