<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જામનગરમાં ગૂમ થયેલ ૮ વર્ષનો બાળક ૧૪ વર્ષ પછી બાવીસ વર્ષના યુવાન તરીકે અમદાવાદમાં કુરીયરમેન તરીકે મળી આવ્‍યો

અને તે પછી યુવાન તરીકે મળી આવેલ -પ્રદિપ સ/ઓ. કારાભાઇ વાઘ ઉ.વ.ર૪ તસ્‍વીરમાં નજરે પડે છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૦ : નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય દ્વારા તથા જામનગર જીલ્લા પોલીસ વડા  ડો. રવિ મોહન સૈની સાહેબ (ત્‍ભ્‍લ્‍) નાઓ દ્વારા લાંબા સમયથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્‍યકિતઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્‍સપેક્‍ટર  વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એસ્‍કોર/પેરોલ ફર્લો સ્‍ક્‍વોડના પો.કો. પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર  એમ.વી.ભાટીયા તથા સ્‍ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્‍યાન સ્‍ટાફના સુરેશભાઇ ડાંગર ગજેન્‍દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા. લખધીરસીંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, નાઓને મળેલ હકિકત મુજબ સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન, ના ગુમ રજી. નં. રજી.નં.૧૨૩/૨૦૧૨ ગુમ થનાર બાળક- પ્રદિપ સ/ઓ કારાભાઇ વાઘ ઉ.વ.૦૮ (વર્ષ-૨૦૧૨ મુજબ) વાળો વર્ષ-૨૦૧૨માં પોતાના ઘરેથી કોઇને કહયા વગર ચાલ્‍યો ગયેલ હોય જે બાળકની તપાસ હુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરતા ગુમ થનાર બાળક હાલ ઉ.વ.૨૪ વર્ષનો હોય અને અમદાવાદ ખાતે કુરીયર કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળેલ જેથી ગુમ થનાર બાળકને શોધી કાઢી તેના પિતા- કારાભાઈ ગોવિંદભાઇ વાઘ સાથે મિલાપ કરાવી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સીટી બી ડીવીઝન ને જાણ કરેલ છે.

આ કામગીરી એવ્‍સ્‍કોર/પેરોલ ફર્લો સ્‍કવોડના પો.કો. પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર  એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભરવાડ, એ.એસ.આઇ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્‍સ. દિલીપસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ.બળવંતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:04 PM IST)