<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

પોરબંદરમાં સ્‍પોટર્સ સંકુલની અદ્યતન સુવિધા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ

પેરા એથ્‍લેટમાં દુબઇમાં બ્રોન્‍ઝ મેડલ વિજેતા અને સ્‍પોટર્સ સંકુલમાં તાલીમ મેળવનાર પ્રિયાબેને નરેન્‍દ્રભાઇ મોદીના ૧ર વર્ષના નેતૃત્‍વને આવકાર્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ :  વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના સબળ નેતળત્‍વ હેઠળ સફળ ૧૨ વર્ષની વિકાસ યાત્રાના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેનું ઉત્‍કળષ્ટ ઉદાહરણ પોરબંદરના રંઘાવાવ પાસે નિર્મિત થયેલ ૅસરદાર પટેલ રમત સંકુલૅ (સ્‍પોર્ટ્‍સ સંકુલ) છે. આ આધુનિક સ્‍પોર્ટ્‍સ સંકુલ સ્‍થાનિક ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્‍તારના પ્રતિભાશાળી યુવાનોને પોતાના ઘર આંગણે જ ઉચ્‍ચ સ્‍તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે.

પેરા-એથ્‍લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી ઉભરતી પ્રતિભાઓ આ સંકુલમાં સવાર-સાંજ નિયમિત પ્રેક્‍ટિસ કરીને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ઝળકી રહી છે. પ્રિયાબેને ૨૦૨૩થી અહીં તાલીમ મેળવીને પહેલા નડિયાદ ખાતે સિલ્‍વર મેડલ, ત્‍યારબાદ મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયર ખાતે યોજાયેલ જુનિયર-સબ જુનિયર નેશનલ્‍સમાં ગોલ્‍ડ મેડલ અને તાજેતરમાં જ દુબઈ ખાતે યોજાયેલી યુથ એશિયન પેરા ગેમ્‍સની લોન્‍ગ જમ્‍પ સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

સ્‍પોર્ટ્‍સ સંકુલની વિશેષતાઓ અને પોતાના અનુભવ અંગે વાત કરતા પ્રિયાબેન જણાવે છે કે, આ આધુનિક સ્‍પોર્ટ્‍સ સંકુલ તેમના ગામની બિલકુલ નજીક આવેલું હોવાથી તેમને ઘર આંગણે જ ઉત્તમ સુવિધાઓ મળી રહી છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, નજીકના અંતરને કારણે તેમનો આવવા-જવાનો સમય બચે છે અને સવાર-સાંજ નિયમિત રીતે તાલીમ મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે.  

(12:06 PM IST)