તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
કચ્છમાં ધાર્મિક વિધિના બહાને અંધશ્રદ્ધા ફેલાવી ઠગાઈ કરતી રાજકોટની ત્રિપુટી ઝડપાઈ
ગોંડલના હરમડિયાનો પરબત રાઠોડ મહિલા બની ધતિંગ કરતો સાથે તરઘડીનો અરવિંદનાથ ઉર્ફે કક્કો પરમાર અને બળવંત હીરા વાદી સામેલ, ઝડપાયેલા રીઢા આરોપી

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) ધંધામાં બરકત અપાવવા, નસીબમાં નડતર દૂર કરવાના બહાને ધાર્મિક વિધિ કરી અંધશ્રદ્ધા ફેલાવી ફાયદો ઉઠાવી રોકડ રૂપિયા તેમ જ વિધિની સામગ્રી મેળવી છેતરપિંડી કરી રહેલ ઠગ ત્રિપુટીને પધ્ધર (ભુજ) પોલીસે ઝડપી લીધી છે. મારુતિ અલ્ટો લઈ ફરતા આ આરોપીઓમાં ગોંડલના હરમડિયા ગામનો પરબત નથભૂભા રાઠોડસ્ત્રી વેશ ધારણ કરી પોતે વિશેષ શક્તિ ધરાવે છે એવો આભાસ ઉત્પન કરતો હતો. તેની ઉપર ત્રણ ગુના નોેંધાઈ ચૂકયા છે. બીજો આરોપી રાજકોટના તરઘડી (પડધરી) નો અરવિંદનાથ ઉર્ફે કક્કો જીવનનાથ પરમાર છે. તેની સામે ૧૧ ગુના નોધાઇ ચૂકયા છે. જ્યારે ત્રીજો આરોપી બનાસકાંઠાના કંબોઇ ગામનો બળવંત હીરા વાદી છે. જેની સામે એક ગુનો નોધાઇ ચૂકયો છે. પધ્ધર પીઆઇ એ.ડી. ખાંટ અને પોલીસ ટીમ એ આ ઠગ ત્રિપુટીને ઝડપી પાડી હતી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
