<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જામનગરના આરીખયાણા ગામના પાટીયા પાસે કાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા મોત

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯ :લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જયસુખભાઈ જયંતીલાલ મારડીયા, ઉ.વ.પ૦, રે. મુરીલા, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૬-ર૦ર૬ ના લાલપુર જામનગર રોડ, આરીખયાણા ગામના પાટીયા પાસે રોડ પર આરોપી જી.જે.૧૦-ઈસી-૯૬૦ર નો ચાલકે પોતાની કાર પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી મરણજનારના મોટરસાયકલને હડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે ઈજા કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : કાલાવડ ગ્રામ્‍ય સ્‍ટેશનમાં કોન્‍સ. ભયપાલસિંહ મંગળસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦ર૬ ના મોઈનભાઈ ઉર્ફે સોનુ અનવરભાઈ મીયાવા એ પોતાના  ગેરકાયદેસ પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના ચપલા નંગ-૮, કિંમત રૂ.૧૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જમીન કેસનો ખાર રાખી મારમાર્યો

જામનગર : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જીવીબેન વિરમભાઈ કારાવદરા, ઉ.વ.૪૦, રે. અમરાપર ગામ, તા. જામજોધપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦ર૬ ના આરોપીઓ નાગાજણભાઈ ભીમાભાઈ આડેદરા, ભરમીબેન નાગાજણભાઈ આડેદરા, ભાવનાબેન દુદાભાઈ આડેદરા, નાગાજણભાઈ નો દિકરો માનવ તથા ફરીયાદી જીવીબેનને જમીન કેસની તકરારનો ખાર રાખી આરોપીઓએ પોતાનો સમાન ઉદેશય પાર પાડવા લોખંડના પાઈપ તથા લાકડાના ધોકાઓ જેવા જીવલેણ  હથીયારો ધારણ કરી ફરીયાદી જીવીબેન તથા સાહેદો પર હુમલો કરી ફરીયાદી જીવીબેનને ડાબા હાથની કોણીમાં ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી તેમજ ડાબા ખંભા પર તથા જમણા હાથની કોણીમાં ઈજાઓ કરી તથા સાહેદ સાકળાબેનને જમણા હાથના કાંડામા તથા ખંભામા તથા માથામા ભાગે મુઢ ઈજાઓ કરી તેમજ સાહેદ સુમીત્રાબેનને ડાબા ખંભા પર મુંઢ ઈજા તથા પેટના ભાગે તથા જમણા પગના સાથળાના ભાગે ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઉછીના લીધેલ પૈસાની ઉઘરાણી કરતા માર માર્યો

જામનગર :અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મહમદસલમાનખાન આરીફહુશેન ગુર્જર, ઉ.વ.૩પ, રે. સીલવર પાર્ક સોસાયટી, શેરી નં.૧ , એસ.ટી. ડિવીઝનની સામે, કાલાવડ રોડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦ર૬ ના ફરીયાદી મહમદસલમાનખાનએ આરોપી રફીકભાઈ કથીરી પાસેથી પૈસાની જરૂર હોય તેથી રૂ.૧૦,૦૦૦/- લીધા હતા આરોપી રફીક વારંવાર ફોન કરીને ફરીયાદી મહમદસલમાનખાન પાસેથી પૈસા માંગતા હોય આ બાબતે ફરીયાદી મહમદસલમાનખાનની પત્‍ની સાથે બોલાચાલી થતા આરોપી રફીક ને જાણ થતા ઉશ્‍કેરાઈ ફરીયાદી મહમદસલમાનખાનના ઘરે આવી કોઈ બોથડ પદાર્થ વડે ફરીયાદી મહમદસલમાનખાનને કપાળના ભાગે મારી મુંઢ ઈજા કરી તે બાદ ફરીયાદી મહમદસલમાનખાનને શરીરે ઢીકાપાટુનો માર મારી તેમજ ઝાપટુ મારી શરીરે મુંઢ ઈજા કરી તે બાદ ફરીયાદી મહમદ સલમાનખાનને આરોપી મુસ્‍તકીમ ઉર્ફે જાબીર રફીકભાઈ કથીરી એ પાછળથી ફરીયાદી મહમદસલમાનખાનના ઘરે આવી ને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેમ ધમકી આપી ફરીયાદી મહમદસલમાનખાનને માર મારી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦ર૬ ના હર્ષદમીલની ચાલી, નિલકંઠનગર શેરી નં.રમાં આરોપી દિલીપભાઈ ઉર્ફે રાજા કારાભાઈ પરમારે એ પોતાના કબ્‍જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૧, કિંમત રૂ.૧પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

નવાગામઘેડમાં દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અજયસિંહ એમ.ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦ર૬ ના નવાગામઘેડ, કબીરનગર, સફીયાવાસ, આરોપી મામદભાઈ સુલેમાનભાઈ સફીયા એ પોતાના કબ્‍જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસ પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના ચપલા નંગ-૮, કિંમત રૂ.ર૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ દશરથસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૬-ર૦ર૬ ના ભાદરા પાટીયા સર્કલ પાસે તા.જોડીયા માં આરોપી નીલેશભાઈ ચંદુભાઈ ધામેચા એ પોતાની સફેદ કલરની એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-બીએફ-ર૮૯૩ માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ ચપટા નંગ-૪, કિંમત રૂ.૧૦૦૬/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.૬૦,૦૦૦/- તથા મોટરસાયકલ એકટીવા જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૮૧,૦૦૬/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:14 PM IST)