તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
જામનગરના ધ્રોલ ખાતે ગુરુ-શુક્ર ગ્રહ યુતિ નિદર્શન કાર્યક્રમનું આયોજન, ખગોળ પ્રેમીઓને લાભ લેવા અનુરોધ
ગુજકોસ્ટની પ્રેરણાથી એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરબારગઢ ખાતે સાંજે 7 થી 9 દરમિયાન ટેલિસ્કોપથી ગ્રહોનું જીવંત નિરીક્ષણ; ડો. સંજય પંડ્યાએ લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)ધ્રોલ, તા. 9 : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ, ગાંધીનગરના પ્રેરણાથી તથા એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા આજે સાંજે ગુરુ અને શુક્ર ગ્રહની યુતિના નિદર્શન માટે વિશેષ ખગોળીય અવલોકન કાર્યક્રમ યોજાયો હતો.
દરબારગઢ સ્થિત વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પાવરફુલ દૂરબીન ટેલિસ્કોપની મદદથી ઉપસ્થિત નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમીઓ માટે ગુરુ તથા શુક્ર ગ્રહનું જીવંત નિરીક્ષણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ખગોળવિજ્ઞાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ ગ્રહોની સ્થિતિ અને તેમની વિશેષતાઓ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવશે.
વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ અને ખગોળવિજ્ઞાનમાં રસ વધારવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ધ્રોલ વિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યા દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવા લોકજાગૃતિ આધારિત કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
