<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ધોરાજીના તોરણીયા ગામના ખેડુતો સાથે રપ લાખની ઠગાઇઃ પેઢીના સંચાલક સહિત ૩ સકંજામાં

ઉંચા ભાવની લાલચ આપી જણસી ખરીદી ખેડુતોને રૂપીયા ન આપી ધુંબો માર્યો : મહાવીર એન્‍ટરપ્રાઇઝના માલીક જયદીપભાઇ સાણંદીયા મેનેજર વિપુલ દેલવાડીયા તથા દલાલ શૈલેષ ડોબરીયાની પોલીસ દ્વારા પુછતાછ

રાજકોટ, તા., ૯ : ધોરાજીના તોરણીયા ગામના ખેડુતોને ઉંચા ભાવની લાલચ આપી જણસી ખરીદી ખેડુતોને રૂપીયા ન આપી છેતરપીંડી કરનાર પેઢીના સંચાલક તથા દલાલ સામે પોલીસમાં ફરીયાદ થતા પોલીસે ઉકત ત્રણેયને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કાંતીભાઇ નારણભાઇ ખીચડીયાએ આરોપી જયદીપભાઇ ભગવાનજીભાઇ સાણંદીયા રહે. તોરણીયા, શૈલેષભાઇ હરીભાઇ ડોબરીયા રહે. ચોકી, તથા વિપુલ ચુનીલાલ દેલવાડીયા રહે. તોરણીયા સામે ધોરાજી તાલુકા પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી મહાવીર એન્‍ટરપ્રાઇઝના માલીક જયદીપભાઇ સાણંદીયા રહે. તોરણીયા વાળા મેનેજર વિપુલ દેલવાડીયા રહે. તોરણીયા વાળા તથા દલાલ શૈલેષ હરીભાઇ ડોબરીયા રહે. ચોકી તા.જી. જુનાગઢ વાળાઓ સાથે મળી ઉપરોકત તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો બર લાવવા ફરીયાદી તથા તોરણીયા ગામના અન્‍ય ખેડુતોને બજાર ભાવ કરતા ઉંચા ભાવ મળશે તેવો ખોટો વિશ્વાસ અપાવી ખેડુતો પાસેથી ઘઉં, તુવેર, સોયાબીનની જણસીઓ કુલ રપ,૬૧,પર૪ રૂપીયાનો માલ ખરીદી કરી લઇ ગયેલ અને ફરીયાદીને તથા તોરણીયા ગામના અન્‍ય ખેડુતોને કોઇ જ રૂપીયા નહી ચુકવી ફરીયાદી તથા અન્‍ય સાહેદો સાથે ગુનાહીત વિશ્વાઘાત કરી છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે ધોરાજી તાલુકા પોલીસે ગુન્‍હો દાખલ કરી ઉકત ત્રણેયને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

દરમિાયન તોરણીયા ગામના ૧૦ થી વધુ ખેડુતો તથા અન્‍ય ગામના ખેડુતો પણ છેતરપીંડીનો ભોગ બન્‍યા હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(1:21 PM IST)