તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ચોમાસું અટકયા વિના આગળ વધી રહ્યું છે
મોન્સુન સમયે પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબેન્સ દસ્તક દે છે તે આヘર્ય સભર છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તા. ૯, કેરળ નજીક વધુ સમય અટકેલું અને ત્યારબાદ ૪ જૂન થી કેરળમાં એન્ટર થયેલ મોન્સૂન-ર૦ર૬ હાલ અટકયા વિના સતત આગળ વધી રહ્યું છે. આજે મોન્સુન તેલંગાણાના કેટલાક હિસ્સાઓ ‘પヘમિ મધ્ય અને પૂર્વ મધ્ય અરબ સાગરમાં મહારાષ્ટ્ર ,કર્ણાટક તથા આંધ્રના કેટલમાક હિસ્સાઓને આવરી લઇ આગળ વધ્યું છે. તે ઉત્તર-પૂર્વના રાજયોમાં ધીમી ગતીએ પણ પヘમિ હિસ્સામાં અરબ સાગરમાં એકટીવિટીને પગલે ઝડપથી આગળ વધી રહ્યું છે.
આગામી ૧૧ તારીખે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મિરના ડબલ્યુ ડી થી થોડું વધુ મજબુત હોઇ, તે દેશના ઉત્તરના કેટલા રાજયોને વરસાદથી ભીંજવશે અને અબ સાગરની ભેજવાળી હવાને પોતાના તરફ ખેચશે જેથી સંભવ છે કે એ પવનો ગુજરાતમાં વધુ બફારાનું નિમિત બનશે.
દેશના દક્ષિણમા ચોમાસું આગળ વધી રહ્યું છે અને દેશના ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બન્નેની જુગલબંધીથી વાતાવરણમાં ખાસ કરી ગુજરાતમાં અણધાર્યા બદલાવો આકાર લઇ શકવાની સંભાવના રહે છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
