News of Tuesday, 9th June 2026
પોરબંદરઃ નરેન્દ્રભાઇ મોદીના ‘પ્રધાન સેવક' તરીકે ૧ર વર્ષ પૂર્ણ થતાં નિમિતે વિવિધ કાર્યક્રમો
વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ પ્રગિતિ પંથ યાત્રા અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સપર્ક અભિયાન

પોરબંદરઃતા.૯;વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રધાન સેવક તરીકેના ૧૨ વર્ષ પૂર્ણ થવા અવસરે રાજય વ્યાપી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઉજવણી ના અનુસંધાને જિલ્લા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમો અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે.
આ શ્રેણી અંતર્ગત ‘એક પેડ મા કે નામ'અભિયાન હેઠળ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, અને આગામી સમયમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને બીજા તબક્કાનું વૃક્ષારોપણ પણ હાથ ધરવામાં આવશે. દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જનભાગીદારી સાથે વ્યાપક સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે, જયારે ૧૩મી જૂનના રોજ પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
જિલ્લાના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોથી લોકોને માહિતગાર કરવા માટે પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ માટે ‘પ્રગતિ પથ યાત્રા'નું આયોજન કરાયું છે, જે બાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે.
આ ઉપરાંત, વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી જિલ્લાના આશરે ૪૦૦ થી ૫૦૦ પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સંપર્ક અભિયાન ચલાવાશે અને ૧૩ કે ૧૪ જૂનની આસપાસ જિલ્લા કક્ષાએ પત્રકાર પરિષદ યોજાશે. ૧૪મી ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાજાવાલા હોલ ખાતે શ્નપ્રબુદ્ધ નાગરિક સંમેલનઙ્ખ(વિકસિત ભારત સંકલ્પ સંમેલન) નું આયોજન થશે, જયાં સરકારની વિવિધ સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવશે.
નાગરિકોના કલ્યાણ માટે શ્નસેવા સેતુઙ્ખના આગલા ચરણ રૂપે જિલ્લાની તમામ જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકાના વોર્ડ સ્તરે ‘જન કલ્યાણ શિબિર' યોજાશે, જેમાં સરકારી યોજનાઓના લાભો અને માહિતી સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે અને તેની તારીખો ટૂંક સમયમાં તબક્કાવાર જાહેર કરાશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સંભવિત ૧૬મી જૂનના રોજ એક વિશેષ પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવશે.
૨૧મી જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ'નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ તેમજ તાલુકા કક્ષાએ અને અન્ય મહત્વના સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ તેને સફળ બનાવવા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
