તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
દ્વારકા-પોરબંદર-સોમનાથ ત્રિવેણી કોરીડોરની સત્તાવાર જાહેરાત કરવા માંગણી
પોરબંદરના કેતનભાઇ ભરાણિયા દ્વારા અર્જુનભાઇ મોઢવાડિયાને રજૂઆતઃ ત્રિવેણી કોરીડોર સાથે પોરબંદરને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા સૂચન પોરબંદરની સુદામાપુરી તરીકે આધ્યાત્મીક ઓળખ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમી, સાંદીપની આશ્રમ રમણીય અરબી સમુદ્ર, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસોઃ બરડા અભ્યારણ સહિત સ્થળોના પર્યટન વિકાસની સંભાવના છતાં પોરબંદરની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષામાં સ્થાન નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮: દ્વારકા-પોરબંદર-સોમનાથ ત્રિવેણી કોરીડોરની અનેક વખત હૈયાધારણા અપાઇ છે ત્યારે આ ત્રિવેણી કોરીડોરની સત્તાવાર જાહેરાત કરવા તેમજ પોરબંદરને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા કેતનભાઇ ભરાણિયાએ રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાને રજૂઆતમાં જણાવ્યું છે.
દ્વારકા-પોરબંદર-સોમનાથ -ત્રિવેણી કોરીડોરની સત્તાવાર જાહેરાત તથા પોરબંદરને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા અંગે અર્જૂનભાઇ મોઢવાડિયાને રજૂઆતમાં જણાવેલ કે પોરબંદરના વિકાસ માટે સતત ચિંતિત રહીને વિવિધ ક્ષેત્રોમાં આગવી પહેલને કારણે સમગ્ર પોરબંદરવાસીઓમાં અંગે નવી આશા જાગી છે. આ વિશ્વાસ સાથે પોરબંદરના લાંબા ગાળાના આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને વૈશ્વિક ઓળખ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પર્યટન વિકાસ અંગે કેટલાક સૂચનો કર્યા છે.
પર્યટન ક્ષેત્ર આજે ભારતના જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને કરોડો લોકોને સીધી તથા પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ગુજરાત રાજ્યએ પણ પર્યટનને વિકાસનું મુખ્ય સાધન માન્યું છે. આ સંદર્ભમાં પોરબંદર પાસે અનોખી વિશેષતાઓ છે. જેમાં સુદામાપુરી તરીકે આધ્યાત્મિક ઓળખ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સાંદીપનિ આશ્રમ, અરબી સમુદ્રનો વિશાળ દરિયાકિનારો, સમળદ્ધ, ઐતિહાસિક અને સાંસ્કળતિક વારસો, બરડા સેન્કયુરી, બર્ડ સેન્કયુરી, દરિયાઈ પર્યટનની વિશાળ સંભાવનાઓ છે. આટલી વિશેષતાઓ હોવા છતાં પોરબંદરને હજુ સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્યટન નકશા પર યોગ્ય સ્થાન મળ્યું નથી.
આ રજુઆતમાં જણાવેલ કે, પોરબંદર - દ્વારકા - સોમનાથ ફેરી સેવા આ યોજના અત્યંત ગેમચેન્જર સાબિત થઈ શકે. જેમાં લાભમાં મુસાફરીનો અનોખો અનુભવ, સમય બચત, દરિયાઈ પર્યટન વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્તરની ઓળખ, સ્થાનિક માછીમારી ઉદ્યોગનો અનુભવ આ પ્રોજેક્ટ માટે ઉપયોગી બની શકે.
સુદામા આધ્યાત્મિક સર્કિટમાં આધ્યાત્મિક સર્કિટ તરીકે વિકસાવવામાં આવે તો સુદામા મંદિર, કીર્તિમંદિર, ચોપાટી વિસ્તારનો સમાવેશ થઇ શકે શરૂ કરી શકાય. ઐતિહાસિક સંશોધન અને પુરાતત્વ વિકાસ, પુરાતત્વ વિભાગ દ્વારા વિશેષ અભ્યાસ કરાવવામાં આવે. તેના આધારે ડોકયુમેન્ટરી, સંશોધન પ્રકાશન હેરીટેજ વોક શરૂ કરી શકાય. ડિજિટલ પ્રમોશન અને ઇન્ફલુએન્સર અભિયાન દેશના ટોચના ટ્રાવેલ બ્લોગર્સ, યૂટયુબર્સ, ફૂડ બ્લોગર્સ, ફોટોગ્રાફર્સ ને આમંત્રિત કરવામાં આવે. તેવુ સુચનો રજુઆતમાં દર્શાવ્યા છે.
દેશ અને ગુજરાતના સૌથી મોટા ધાર્મિક પર્યટન કેન્દ્રો દ્વારકા અને સોમનાથ વચ્ચે પોરબંદરનું વ્યૂહાત્મક સ્થાન છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા અને સોમનાથની મુલાકાતે આવે છે. જો માત્ર ૧૦ થી ૨૦ ટકા પ્રવાસીઓને પણ પોરબંદર તરફ આકર્ષી શકાય જેથી સ્થાનિક વેપારને વેગ મળશે, હોટેલ ઉદ્યોગ વિકસશે, ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર મજબૂત બનશે, ગળહઉદ્યોગ અને હસ્તકલાને બજાર મળશે, નવી રોજગારી સર્જાશે તથા શહેરની આવકમાં વધારો થશે. આ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા સત્તાવાર અને દુરંદેશી યોજના જરૂરી છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા દ્વારકા - પોરબંદર - સોમનાથ - ત્રિવેણી કોરીડોરને સત્તાવાર પર્યટન સર્કિટ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી રજુઆતમાં સાથે કરી છે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
