<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ભારતીય ચલણી નોટો ઉડાડી અશોકચિન્‍હનું અપમાન કરવા અંગે આયોજકો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા કલેકટર-પોલીસ અધિકારીને ફરિયાદ

જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ખંભાળીયા ગામે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં : રાજકોટના વકીલ સંજયભાઇ પંડયા દ્વારા જાતે ફરિયાદી બની જૂનાગઢ એસ.પી.ને ફરિયાદ કરતા ચકચાર : માંગરોળ ડી.વાય.એસ.પી. દ્વારા ચોરવાડ પી.આઇ.ને. તપાસ સોંપાતા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૮ : ભારતીય ચલણીનોટ તથા ભારતનું રાષ્‍ટ્રીયચીન્‍હ અપમાન બદલ જુનાગઢ જીલ્લા કલેક્‍ટર  તેમજ પોલીસ અધિકારીને રાજકોટ માં વકિલાત ની પ્રેકટીસ કરતા સંજય એચ.પંડયા(એડવોકેટ) ઠે. રાધાપાર્ક મેઈનરોડ, ૧૫૦ ફુટ રીગ રોડ, અયોધ્‍યા ચોકની બાજુમાં, રાજકોટ. વાળા એ જુનાગઢ પોલીસ અધિક્ષક (એસ.પી.)  તેમજ જીલ્લા કલેક્‍ટર જુનાગઢને લેખીતમાં ફરીયાદ  કરતાં ચકચાર જાગી છે.

જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના ખભાળીયા ગામમાં શ્રીમદ ભાગવતસપ્તાહનું પ્રયાગરાજ ગળપ ના આયોજકો દ્વારા ખંભાળીયા ગામમાં શ્રી દાડમબાપા મંદિરના પટાગણમાં તા.૯-૫-૨૦૨૬ થી ૧૫-૫-૨૦૨૬ સુધી શ્રીમદ ભાગવત સપ્તાનું આયોજન પ્રયાગરાજ ગળપ આયોજકો દ્વારા કરવામાં આવેલ હતું, સપ્તાહના આયોજન ના ૬ઠ્ઠા દિવસની રાત્રે આયોજકો ધ્‍વારા ગુજરાત ના લોક સાહિત્‍યકાર તેમજ ગાયક કલાકારો ને ડાયરાના આયોજનમાં કલાકાર તરીકે બોલાવેલ હતા. તે રાત્રે ડાયરામાં ગાયક કલાકાર અને લોક સાહિત્‍યકાર ઉપર ભારતીય ચલણી નોટો (રાષ્‍ટ્રીય મુદ્દા)નું અપમાન થાય તે રીતે લાખો રૂપિયા પોતાના હાથે કલાકારો ઉપર ઉડાડતા સોસીયલ મિડીયા મારફત પ્રસિધ્‍ધ થયે છે.

ભારતીય ચલણીનોટ માંઆપણા રાષ્‍ટ્ર પિતાશ્રી મહાત્‍માગાંધીજીનો ફોટોગ્રાફ છે. તથા ભારતનું રાષ્‍ટ્રીયચીન્‍હ અશોક સ્‍તંભ ચિન્‍હ પણ ચલણી નોટોમાં તેને ભારત સરકાર ઘ્‍વારા અંકિત કરવામાં આવલે છે. ચલણી નોટ તે ભારત દેશ સંપતી છે તે કોઈની પોતાની જાગીર નથી, આ ડાયરામાં પોતાની જાગીર સમજીને ચલણી નોટો ને ઉડાવમાં આવે છે. અને અપમાન કરવામાં આવે છે કલાકારઓ ઉપર ચલણીનોટો ને અપમાનથાય તેમજ ત્રાસદાયક કળત્‍યથી પગ નીચે કચડે છે. ડાયરાના વિડીયોમાં દેખાય છે.

ચલણી નોટનું અપમાન કરીને નોટો ઉડાડવામાં આવેલ છે, અને ત્‍યાં સુધી નોટો/રૂપિયાનું અપમાન થાય છે કે, પ્‍લાસ્‍ટીક ની બેગ ભરી ભરીને કલાકારોની ઉપર ઉડાડે છે તેમજ બગાડ કરીને રેલમ છેલમ કરે છે તથા પગ નીચે કચડે છે,હિન્‍દુભારતીય સંસ્‍કળતીમાં રૂપિયા ધન ને લક્ષ્મીમાતાજી તરીકે પુજનીય ગણવામાં આવે છે. અને દિવાળી ના તહેવારોમાં ધનતેરસના દિવસે લક્ષ્મીપુજન કરીએ છીએ, આવી રીતે પણ ધાર્મીક લાગણીને પ્રયાગરાજ ગળપ આયોજકો પણ દ્વારા દઃખ પહોચાડીને આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. તેથી જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી ને રૂબરૂ મળીને પ્રયાગરાજ ગળપ આયોજકો ની સામે લેખીતમાં ફરીયાદ/અરજી આપીને કાયદાકીય કાર્યવાહી કરવા ગુન્‍હો નોંધવા રજુ આત કરતા પોલીસ અધિક્ષકએ યોગ્‍ય તપાસ કરવા ખાત્રી આપેલ છે, તેમજ જુનાગઢ જીલ્લા કલકેટરને લેખીતમાં રજુઆત કરીને જણાવેલ કે જે જે કાયદાકીય પગલા લેવાતા હોય તે લેવા અરજ છે. આવુ ગુનાહિત કત્‍ય કરવાથી ભારતીય ભારતનું અર્થતંત્ર આર્થીક નુકશાન જાય તેમ છે, અને મહાત્‍મા ગાંધીજી નો ફોટોગ્રાફ છે, ભારતનું રાષ્‍ટ્રીયચીન્‍હ અશોક સ્‍તંભ છે તેનું ભવિષ્‍યમાં ફરીવાર કોઈના ધ્‍વારા અપમાન નો થાય તેને પણ ધ્‍યાને લેવું જરૂરી છે.

આ લેખીત ફરીયાદ જુનાગળ એસ.પી.ને રૂબરૂ મળી ને આપવામાં આવેલ છે, જેની તપાસ માંગરોળ ડીવાય એસ.પી.ની નિગરાની માં ચોરવાળ પોલીસ સ્‍ટેશન પી.આઈ.શ્રી ને સોપવામાં આવેલ છે. અને તપાસ નો ધમમાટ શરૂ થયેલ છે. ફરીયાદી તેમજ જરૂરી સાહેદો ના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરાય છે.

(11:27 AM IST)