News of Sunday, 7th June 2026
ગીરના જંગલમાં એકસાથે 9 સિંહોનું ટોળું કુંડ પર પાણી પીવા ઉમટ્યું
સોશિયલ મીડિયા પર આ ગૌરવવંતા સિંહોના સમૂહનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ગીરના જંગલમાં વનરાજોનો એક અદભુત અને રોમાંચક નજારો કેમેરામાં કેદ થયો છે. જંગલની મધ્યમાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા એક પાણીના કુંડ પર એક-બે નહીં પરંતુ એકસાથે ૯ સિંહોનું આખું ટોળું પાણી પીવા માટે ઉમટી પડ્યું હતું. ગીરના જંગલોમાં હાલમાં સિંહોમાં ફેલાયેલા ભેદી વાયરસને લઈને વન વિભાગ અને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતાનો માહોલ છે, તેવા સમયે એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહો સ્વસ્થ હાલતમાં પાણી પીતા દેખાતાં વન્યજીવ સૃષ્ટિ માટે આ એક ખૂબ જ સુખદ અને રાહતના સમાચાર છે. સોશિયલ મીડિયા પર આ ગૌરવવંતા સિંહોના સમૂહનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
