<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ભાવનગરમાં સ્વ. ગુલાબસિંહજી અખુભા ગોહિલ (ગુંદી) ની પુણ્યતિથી નિમિતે વિવિધ સ્થળોએ વિધાર્થીઓને સ્કૂલબેગ વિતરણ, વૃદ્ધાશ્રમમાં ભોજન, બાલાશ્રમમાં બાળકોને ભોજન સહીતના ઉમદા કાર્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગુંદી નિવાસી હાલ ભાવનગર ગં. સ્વ. નંદકુંવરબા ગોહિલ પરિવાર તરફથી સ્વ. ગુલાબસિંહજી અખુભા ગોહિલ ની પુણ્યતિથી નિમિતે ગુંદી ગામે કેરીયા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો ને સ્કૂલબેગ નું વિતરણ તા. ૮-૬-૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે કરવામાં આવશે.તેમજ તા. ૮ ને સોમવારે બપોરે નંદકુંવરબા બાલાશ્રમ ખાતે રહેતા બાળકો ને ભોજન કરાવવામાં આવશે.તેમજ તા. ૮ ને સોમવાર ના રોજ રાત્રે વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધોને ભોજન કરાવવામાં આવશે.આમ, આ પ્રકાર ના વિવિધ સામાજિક કાર્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ સ્વ. ગુલાબસિંહજી અખુભા ગોહિલ (ગુંદી) ને ગં. સ્વ. નંદકુંવરબા ગોહિલ પરિવાર દ્વારા આપવામાં આવશે. પરિવાર તરફથી પદ્મનાભસિંહ ગોહિલ, અગત્સ્યસિંહ ગોહિલ અને અધીરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.

(7:22 PM IST)