તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
કચ્છમાં સામખીયાળી સ્થાનિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ: 157 વાહનોનું ચેકિંગ અને પ્રોહિબિશનના 7 કેસ નોંધાયા
પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને અંદાજે ૨૫ જેટલા હોટલ-ધાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું

ભચાઉ તાલુકાના સામખીયાળીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે સ્થાનિક પોલીસે હાઈવે પર આવેલી હોટલો અને ધાબાઓમાં એક ખાસ સરપ્રાઈઝ ડ્રાઈવ યોજી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને અંદાજે ૨૫ જેટલા હોટલ-ધાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જે અંતર્ગત પ્રોહિબિશન (દારૂબંધી)ના ૭ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, શંકાસ્પદ હલચલ રોકવા માટે પોલીસે હાઈવે પરથી પસાર થતા ૧૫૭ જેટલા વાહનોનું પણ કડક ચેકિંગ કર્યું હતું. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
