<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ગોંડલ પાસે અકસ્‍માતમાં રીબડા અમીત ખુંટ આપઘાત પ્રકરણના આરોપી પુજા રાજગોરનું મોતઃ ૪ને ઇજા

અકસ્‍માતના ર૧ કલાક પૂર્વે પુજા રાજગૌર ઇન્‍ટાગ્રામમાં કપલ ફોટો શેર કરી ‘તૂ જે પ્‍યાર કરતે કરતે મેરી ઉમ્ર ગુંજર જાએ' લખાણ મુકયુ હતું: માતા-પિતાએ લાશ સંભાળવાનો ઇન્‍કાર કરતા પૂર્વ પતિએ જવાબદારી લીધી

તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત કાર અને મોતને ભેટેલ પુજા રાજગોરની ફાઇલ તસ્‍વીર

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૬ :..  ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર સાસણગીરથી રજાઓ ગાળીને રાજકોટ પરત ફરી રહેલા પાંચ વ્‍યકિતઓ સાથે ની કાર રસ્‍તા પર આવેલા એક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં   કારમાં સવાર એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્‍યું છે, જ્‍યારે અન્‍ય ચાર વ્‍યક્‍તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આ અકસ્‍માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા ૨૮ વર્ષીય પૂજાબેન જીતેનભાઈ રાજગોરનું મોત નીપજ્‍યું છે. જ્‍યારે ૩૦ વર્ષીય નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ, માધાપર ચોકડી પાસે રહેતા ૪૨ વર્ષીય લાલો સંજયભાઈ વધ્‍યા સંધિ, માધાપર ચોકડી રહેતા ૩૨ વર્ષીય સંજય રાજુભાઈ જાખલિયા અને ત્રિશા મહેશભાઈ દાઢીયા ગંભીર રીતે ઘાયલ થયા છે. જે તમામ રાજકોટના માવતર ચોકડી રહે છે. આ તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા અને ત્‍યાંથી પરત ફરી રહ્યા હતા. ત્‍યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્‍ચે કારચાલકે સ્‍ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઇડમાં રહેલા લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી.

મળતક પુજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત કેસ માં આરોપી હતા.અમીત ને ફસાવવા સગીરા ને મદદગારી કરવાનો પુજાબેન ઉપર આરોપ છે. અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. અકસ્‍માતમાં મોતને ભેટનાર  પુજા રાજગોરનાં માતા પિતાએ મળતદેહને સંભાળવા નનૈયો ભણી દેતા પોલીસ મુંઝવણ માં મુકાઈ હતી.આખરે રાજકોટ રહેતા તેનાં પુર્વ પતિ ને જાણ કરાતા તે ગોંડલ દોડી ગયા હતાં.

પુજા રાજગોર ઇન્‍સ્‍ટાગ્રામ તથા ફેસબુક માં ૯૨૦૦૦ જેટલા ફોલોઅર્સ ધરાવતી હતી. રાજકોટ નાં આહીર ચોક માં રહેતા યશ ડોડીયા સાથે પુજાએ વર્ષ ૨૦૨૫ માં પ્રેમ લગ્ન કર્યા હતા.અને ફેબ્રુઆરી ૨૦૨૬ માં છુટાછેડા થઈ ગયા હતા.

પુજા રાજગોર મુળ જુનાગઢ ની છે.બે બહેનો અને એક ભાઇ નાં પરીવાર માં વચેટ હતી.તેનાં પિતા નિવળત જીવન ગાળે છે.માતા પિતા એ ત્રણ વર્ષ થી પુજા સાથે સબંધ તોડી નાખ્‍યા હોય પુજા રાજગોર રાજકોટ ચાલી આવી હતી.હાલ અકસ્‍માત માં ઇજાગ્રસ્‍ત નિરાલી ગોહીલ સાથે રહેતી હતી. અકસ્‍માત ની ઘટના નાં છ કલાક બાદ આખરે પુજા નાં પુર્વ પતિ એ મળતદેહ સંભાળવાની જવાબદારી લેતા પોલીસે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. ચોકાવનારી બાબત એ છે કે અકસ્‍માતના માત્ર ર૧ કલાક પહેલાં જ પુજા રાજગોરે પોતાના ઇન્‍સ્‍ટ્રાગ્રામ એકાઉન્‍ટ પર એક કપલ ફોટો સ્‍ટોરીમાં શેર કર્યો હતો. સ્‍ટોરીમાં તેણે ‘તુજે પ્‍યાર કરતે કરતે મેરી ઉમ્ર ગુઝાર જાએ' લખાણ મૂકયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે અને ત્‍યારબાદ હોસ્‍પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મળતક મહિલાના મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્‍માતનો ભોગ બનનાર તમામ પાંચ વ્‍યક્‍તિઓ એકબીજાના મિત્રો હતા કે પછી સગા-સંબંધીઓ તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.  (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:46 PM IST)