તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
રોહિણી રેલાણી સારા ચોમાસાના સંકેત, પરંતુ સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશેઃ હવામાન નિષ્ણાત ભાડજા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા.૬: આકાશીય નક્ષત્રોના આધારે ચોમાસાની આગાહી કરનાર આકાશ દર્શનના જાણકાર કિશોર ભાડજાએ જણાવ્યું છે કે રોહિણી રેલાણી એ સારા ચોમાસાના મજબૂત સંકેત છે, પરંતુ સાર્વત્રિક અને સતત વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.કિશોરભાઈએ વિગતે જણાવ્યું કે આ વર્ષે અધિક જેઠ વદ આઠમના દિવસે, એટલે કે ૮ જૂન ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૩:૩૩ વાગ્યે સૂર્ય મળગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે તેમનું વાહન ‘દેડકો' (મેડક) છે અને ચંદ્ર પૂર્વ ભાદ્રા નક્ષત્રમાં રહેશે. સૂર્ય ૮ થી ૨૨ જૂન સુધી મળગશીર્ષમાં રહેશે.‘‘મળગશીર્ષ નક્ષત્રમાં મોટા વરસાદની શકયતાઓ ઓછી છે.
હાલ ગોરંભા વરતતા નથી,'' સવારમાં વાદળાં છવાઈ જવા, તાપમાનમાં ઘટાડો, ભેજ વધવો અને બપોરે વાદળોની અવરજવર જેવા લક્ષણો જોવા મળશે, જે ચોમાસાની નિકટતાના સંકેત છે. આદ્રા પ્રવેશથી વરસાદની શરૂઆત
તારીખ ૨૨ જૂન ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૨:૨૭ વાગ્યે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે ચંદ્ર હસ્ત નક્ષત્રમાં હશે. આદ્રા નક્ષત્રમાં સૂર્ય-ચંદ્રના ‘બેસ્તા' વિશેષે વરસાદની શરૂઆત થશે. કિશોરભાઈની આગાહી મુજબ, ૧ થી ૬ જુલાઈ દરમિયાન આદ્રા ઉત્તરાર્ધમાં વરસાદનો સાર્વત્રિક અને મોટો રાઉન્ડ આવશે. મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી પડશે. રોહિણી નક્ષત્રના ચાર ચરણોમાં બીજા અને ત્રીજા ચરણમાં રેલાણી થવાને કારણે ચોમાસું ખંડ વળષ્ટિ (પેચી પરંતુ સારૂ) રહેવાની સંભાવના છે. પરંપરાગત માન્યતા અનુસાર, ‘‘રોહિણી તપે, મળગશીર્ષ વાયુ વાય તો આદ્રામાં મેઘ થાય'' વરહે આદ્રા તો વરહ પાધરા જેવી લોકમાન્યતાઓ પણ આ વર્ષે અનુકૂળ લાગી રહી છે. કિશોરભાઈ ભાડજા - ૯૫૮૬૫૯૦૬૦૧
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
