તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
બજાણા પાસે ટેલરે બાઇકને ટકકર મારતા જાલીસણીયાના પાંચ વર્ષના બાળકનું મૃત્યુ

વઢવાણઃ તા. ૬, પાટડી-બજાણા રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલર ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. ટ્રેલરની ટક્કરથી બાઇક સવાર ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં ૫ વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે દાદા-દાદીને ઈજાઓ પહોંચી હતી. મળતક બાળક માંડલ તાલુકાના જાલીસણીયા ગામના હોવાનું સામે આવ્યું છે.
પાટડી તાલુકાના બજાણા ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેલરે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર પાંચ વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેના દાદા-દાદીને પણ ઈજાઓ થઈ હતી.
મળતી માહિતી મુજબ, ઠાકોર નરસિંહજી ભેમાજી સંદેસરા (દાદા), ઠાકોર રમીલાબેન નરસિંહજી સંદેસરા (દાદી) અને તેમનો પાંચ વર્ષનો પૌત્ર બાઇક પર જઈ રહ્યા હતા. પાટડી-બજાણા રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલર ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી.
ટ્રેલરની ટક્કરથી બાઇક સવાર ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં પાંચ વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે દાદા-દાદીને ઈજાઓ પહોંચી હતી. મળતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતક વ્યક્તિ માંડલ તાલુકાના જાલીસણીયા ગામ ના વ્યક્તિ હતા
ઘટનાની જાણ થતા મળતકના પરિવારજનો તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી તરફ, પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
