<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો

પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન અને લાંછનરૂપ કરી શકાય તેવા બનાવો સામે આવતા હોય છે.તેવી જ એક ઘટના મોરબીમાં સામે આવેલ છે.જેમાં શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની માનસિક અસ્વસ્થ દીકરીને હવસખોર શખ્સે હવસનો શિકાર બનાવી હતી.તેણીનું અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ કર્યું હતું.જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

   મોરબી શહેરીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી માનસિક અસ્વસ્થ હોય તે બાબતનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સ દ્વારા તેનું ટીંબડી નજીકથી અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા સંજય મનુભાઈ સુરેલા (રહે.ટિંબડી તા.જી.મોરબી) ની સામે ગુનો નોંધાવાયેલ છે.જેથી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા ચલાવી રહ્યા હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ छे.

(12:21 AM IST)