<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

વાંકાનેરમાં ટ્રેન નીચે પડતુ મૂકી અજાણ્‍યા યુવાનનો આપઘાતઃ વાલી-વારસની શોધ

(મહમદ રાઠોડ દ્વારા) વઢવાણ તા. ૧૩ :.. વાંકાનેરમાં રેલ્‍વે સ્‍ટેશન પાસે અજાણ્‍યા યુવાને ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.રાજકોટ તરફથી આવતી ટ્રેન નં. ૧૯ર૬૯ પોરબંદર-મુજફરપુર એકસ. ટ્રેન વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન પહેલા કિ. મી. નં. ૭૦૧-ર૯ ની પાસે આવતા એક અજાણ્‍યા ઇસમ (ઉ.૪૦) ના આશરાનો ટ્રન આગળ પડતુ મૂકતા માથાનાં ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા મરણ થયેલ હોય જે લાશ બિનવારસી હોય અને તેના વાલી-વારસ શોધવા સારૂ તપાસ ચાલુ હોય અને હાલ ડેડબોડીને વાંકાનેર સીવીલ હોસ્‍પીટલમાં કોલ્‍ડરૂમમાં  રાખેલ છે. મરણજનાર ઘઉંવર્ણો હોય અને તેની ઉચાઇ પ.૪' જેટલી છે. મૃતકના વાલી વારસને હેડ કો. ધર્મેન્‍દ્રસિંહ આર. જાડેજા, મો. ૬૩પર૬૩પપરપ, રેલ્‍વે પોલીસ વાંકાનેરનો સંપર્ક સાધવા જણાવાયું છે. 

(3:39 PM IST)