તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
પોરબંદર ભાજપના ઉમેદવારો દ્વારા જનસેવાના સંકલ્પોઃ સુદામા મંદિર પરિસરમાં સફાઇ કાર્ય
જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં અર્જુનભાઇ મોઢવાડિયા, રમેશભાઇ ધડુક, બાબુભાઇ બોખીરીયા, વિમલભાઇ કગથરા, ડો. ચેતનાબેન તિવારી, પ્રવિણભાઇ ખોરાવા, પ્રવિણભાઇ ઓડેદરા, રાજેશભાઇ કરગટીયા, રામદેવભાઇ મોઢવાડિયા સિનિયર આગેવાનો અને કાર્યકરો જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩: સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ' કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના તમામ ઉમેદવારો એ જનસેવા સંકલ્પ લઇને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના મહાનુભાવો - આગેવાનો એ સુદામા મંદિર ખાતે દર્શન કરી, મંદિર પરિસરમાં સફાઈ અભિયાન કર્યું.
ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં ઉમેદવારોએ સંકલ્પ લીધા હતા કે હું ભાજપના કાર્યકર્તા તરીકે નાગરીક કર્તવ્ય, બંધારણ, નિયમોને અનુસરીશ અને હું પંડીત દિનદયાળજીના એકાત્મમાનવદર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ ધરાવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કળતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે. અને તેમના ‘વિકસિત ભારત' સાથે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા હું મન-કર્મ-વચનથી તત્પર રહીશ.
ગુજરાતના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસ માટે પ્રમાણિક યોગદાન આપતો રહીશ. ભાજપની વિચારધારા અને વિકાસયાત્રામાં જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા ‘નાગરીક દેવો ભવઃ'ના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. ‘જનસેવા એ જ પ્રભુસેવા'ના મંત્ર સાથે ભાજપની કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસકાર્યો અને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરીશ તેવા સંકલ્પ બાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ્. આગેવાનો એ સુદામા મંદિરે આશીર્વાદ લીધા હતા.
ભાજપના મહાનુભાવો - આગેવાનો એ સુદામા મંદિર ખાતે દર્શન કરી, મંદિર પરિસર માં સફાઈ અભિયાન શરૂ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગટીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા અને રમેશભાઈ ઓડેદરા (પટેલ) સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, સહિત આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નું સંચાલન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા એ કર્યું હતું.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
