<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

પાટણવાવના વાડોદર ગામે બોગસ ડોકટર પકડાયો

ડીગ્રી વિના કલીનીક ખોલી દર્દીઓની જીંદગી સાથે ચેડા કરતા વિજય ટીલાવતને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ બોગસ ડોકટર  (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્‍ફાટ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ :.. પાટણવાવના વાડોદર ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી ડીગ્રી વિના કલીનીક ખોલી દર્દીઓની જીંદગી સાથે  ચેડા કરતા બોગસ ડોકટરને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધીક્ષક વિજયીસંહ ગુર્જર (આઇપીએસ) દ્વારા ડિગ્રી વિના પ્રેકટીસ કરતા બોગસ ડોકટર્સને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અન્‍વયે રૂરલ એસઓજીએ પાટણવાવ પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલા વાડોદર ગામમાં વિજય નંદરામભાઇ ટીલાવત પોતાના કબ્‍જા ભોગવટાના મકાનમાં મારૂતી કિલનીક નામે દવાખાનું ચલાવી કોઇપણ જાતની ડોકટરની ડિગ્રી વિના એલોપેથીક દવાઓ, ઇન્‍જેકટેબલ્‍સ, સ્‍ટિરોઇડ તથા એન્‍ટ્રી બાયોટીક દવાઓ રાખી એલોપેથીક ડોકટર તરીકેની પ્રેકટીસ કરી રહેલ હોઇ જે બાતમી આધારે રેઇઇડ કરી ડિગ્રી વગરના બોગસ ડોકટર વિજય ટીલાવતને પકડી પાડી તેના કબ્‍જામાંથી ઓપોથેરટીક દવાઓ તથા ઇન્‍જેકશન સાધનો કિ. ૩૧,૯૪પ કબ્‍જે કરી ગુન્‍હો દાખલ કરાયો હતો

આ કાર્યવાહી રૂરલ એસઓજીના પો. ઇ. એફ. એ. પારગી, પો. સ. ઇ. જી.જે. ઝાલા, પો. સ. ઇ. પી. બી. મિશ્રા, અ. હે. કો. પિયુષભાઇ અઘેરા(બાતમી), નૈમિષભાઇ મહેતા (બાતમી), ક્રિપાલસિંહ જાડેજા, અ. પો. કો. પૃથ્‍વીરાજસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે. 

(11:38 AM IST)