તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા : પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 13 વોર્ડના 47 મુરતિયાઓના નામ પર મારી મહોર
રાજકીય ગરમાવો વધ્યો: ચિત્રા-ફુલસરથી લઈને ઘોઘા સર્કલ સુધીના તમામ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણો અને નવા-જૂના ચહેરાઓના સમન્વય સાથે ભાજપે મેદાનમાં ઉતાર્યા મજબૂત દાવેદારો

ગાંધીનગર:આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપના મુખ્ય મથક ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાંબી ચર્ચા-વિચારણાના અંતે ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અનુભવી કાર્યકરોની સાથે મહિલાઓ અને યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ભાવનગરના વિવિધ ૧૩ વોર્ડ માટે જાહેર થયેલા ઉમેદવારોના નામની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
વોર્ડ નં. ૧ થી ૫ ના ઉમેદવારો
વોર્ડ નં. ૧ (ચિત્રા-ફુલસર-નારી) માં હીરાબેન વિનોદરાય કુકડીયા, પાયલ પારસ પંચાલ, સંજય ધનજીભાઇ રાઠોડ અને ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમાંની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નં. ૨ (કુંભારવાડા) માં વર્ષાબેન પંકજભાઇ ઉનાવા, અનિતાબેન અજયભાઈ ગોહેલ અને વિજયભાઇ રામજીભાઇ ખોડાને ટિકિટ મળી છે. વોર્ડ નં. ૩ (વડવા બ) માં ઉષાબેન કિશોરભાઈ ગોહેલ, દીપ્તીબેન કાન્તીભાઇ ધારૈયા, હરેશભાઇ દિલીપભાઈ મેણીયા અને લાલભા મનુભા વાળા મેદાનમાં ઉતરશે. વોર્ડ નં. ૪ (કરચલીયાપરા) માટે રેખાબેન શંભુભાઇ બારૈયા, બિંદુબેન આતુભાઇ પરમાર, નરેશભાઇ શાંતિભાઇ મકવાણા અને સંજયકુમાર અનંતરાય બારૈયાના નામ જાહેર કરાયા છે. વોર્ડ નં. ૫ (ઉત્તર કૃષ્ણનગર, રૂવા) માં આશાબેન દામજીભાઇ પરમાર, મંગુબેન મનસુખભાઇ વાણોદિયા, ઉદયભાઇ વેણીશંકર બોરીસાગર અને દિલીપભાઇ કાળુભાઇ જોગદીયા ચૂંટણી લડશે.
વોર્ડ નં. ૬ થી ૧૦ ના ઉમેદવારો
વોર્ડ નં. ૬ (પીરછલ્લા) માં ઉષાબેન કિશનભાઇ તલરેજા, સંજયભાઇ બચુભાઇ વેગડ અને વૈભવ પ્રકાશભાઇ પારેખની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. ૭ (તખ્તેશ્વર) માં જાગૃતિબેન રાજેશભાઇ રાવળ, દક્ષાબેન નિલેષભાઇ ભટ્ટ, સંજયભાઇ નવનિતરાય શાહ અને ભાવિકભાઇ દિલીપભાઇ મણિયાર કિસ્મત અજમાવશે. વોર્ડ નં. ૮ (વડવા અ) માં વૈશાલીબેન ચંદ્રેશભાઇ કનાડીયા, નીતાબેન કૌશિક ચાંદલીયા, પરેશભાઇ રામશિંગભાઇ રાઠોડ અને રાજેશભાઇ પોપટભાઇ રાબડીયાના નામો નક્કી થયા છે. વોર્ડ નં. ૯ (બોરતળાવ) માં પારૂલબેન હિતેશભાઇ ઢાપા, ઉર્મિલાબા યશવંતસિંહ રાણા અને બળવંતભાઇ પાલજીભાઈ રાઠોડને મેદાનમાં ઉતારાયા છે. વોર્ડ નં. ૧૦ (કાળિયાબીડ, સિદસર, અધેવાડા) માટે નમ્રતાબેન જગદીશભાઇ મકવાણા, વર્ષાબા વિક્રમસિંહ પરમાર, જયકિશન અરવિંદભાઇ હાવલિયા અને ભાર્ગવભાઇ જયદેવભાઇ ભટ્ટના નામની પસંદગી કરાઈ છે.
વોર્ડ નં. ૧૧ થી ૧૩ ના ઉમેદવારો
વોર્ડ નં. ૧૧ (દક્ષિણ સરદારનગર) માં ભાવનાબેન અનિલભાઇ ત્રિવેદી, મિત્તલબેન હિતેશભાઇ માંડલિયા અને પરેશભાઇ ચૌહાણ ચૂંટણી જંગમાં ઉતરશે. વોર્ડ નં. ૧૨ (ઉત્તર સરદારનગર તરસમિયા) માં વંદના હાર્દિપ જાંબુચા, જાગૃતિબેન વિજયભાઇ પટેલ, જસવંતિસિંહ ગુલાબસિંહ ગોહિલ અને કિશનભાઇ અશોકભાઇ મહેતા ભાજપના ઉમેદવાર રહેશે. અંતમાં, વોર્ડ નં. ૧૩ (ઘોઘા સર્કલ, અકવાડા) માં રીંકુબેન સુરેશભાઇ માંગુકિયા, પરેશભાઇ હિમંતભાઇ ચૌહાણ અને બળદેવસિંહ અમરસિંહ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે.
આ નામોની જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા કરવામાં આવી છે. નામોની જાહેરાત થતા જ ભાવનગરના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને હવે ઉમેદવારો પ્રચારના શ્રીગણેશ કરશે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
