તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ભાજપ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડ માટે ૫૨ મુરતિયાઓની સત્તાવાર જાહેરાત : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : જુઓ સંપૂર્ણ સૂચિ
વિકાસના મંત્ર સાથે પોરબંદર મનપાના ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપના પક્ષે સોનલબેન મોઢવાડિયા, અજય બોખીરિયા, અને રણમલ ઓડેદરા સહિતના પાયાના કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો : જ્ઞાતિ અને જાતિના સમીકરણો સાથે તૈયાર કરાયું ઉમેદવારોનું સશક્ત લિસ્ટ

પોરબંદર:ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે પોરબંદર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ગહન ચર્ચા-વિચારણા બાદ આ નામો પર મહોર મારવામાં આવી છે. પોરબંદરના કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે પક્ષે નવા અને જૂના ચહેરાઓનું સંતુલિત મિશ્રણ કર્યું છે.
વોર્ડ મુજબ જાહેર થયેલા ઉમેદવારોની યાદી:
વોર્ડ નંબર ૧ થી ૫ ના ઉમેદવારો:
વોર્ડ નં. ૧: સોનલબેન ખીમાભાઈ મોઢવાડિયા, જ્યોતિબેન શાંતિલાલ આસોડિયા, અજય લખાણસિંહ ભાઇ બોખીરિયા અને અજય બાપોદરા.
વોર્ડ નં. ૨: આશા પ્રફુલ બગીયા, ગીતાબેન લક્ષ્મણ ઓડેદરા, લખન નાગભાઇ મોઢવાડિયા અને શિવભદ્રસિંહ મનોહરસિંહ જાડેજા.
વોર્ડ નં. ૩: રંભીબેન અરભમ ઓડેદરા, વીનાબેન કેતનભાઇ થાનકી, અરજનભાઇ લાખાભાઇ કોડીયાતર અને નિરવ ભાગ્યાવિજય દવે.
વોર્ડ નં. ૪: રેખાબેન જીતેન્દ્રકુમાર શીંગરખિયા, સુનિતાબેન રણજીત બોખીરિયા, પ્રશાંત ભરત સિસોદિયા અને દિનેશનાથ ઓડેદરા.
વોર્ડ નં. ૫: ઇલાબેન પ્રકાશભાઇ લાખાણી, આશાબેન દીપકભાઇ સોલંકી, હર્ષદ પ્રેમજી બામણીયા અને ધર્મેશભાઇ સુકાભાઇ પરમાર.
વોર્ડ નંબર ૬ થી ૧૦ ના ઉમેદવારો:
વોર્ડ નં. ૬: રેખા રમેશ લુંદારીયા, રસીદા દિલાવર જોખીયા, યોગેશ બાબુલાલ પૂનાણી અને અફઝલ યુસુફ અફીણી.
વોર્ડ નં. ૭: રૂહી મુકેશ કોટિયા, ભાવિકાબેન દિપક જુંગી, વિશાલ વેલજીભાઇ મોતીવરસ અને પ્રજ્ઞેશ માવજી જુંગી.
વોર્ડ નં. ૮: ગીતાબેન (ગંગાબેન) નાનાજી કાણકિયા, ખ્યાતિ સંજય લોઢારી, મનીષ કરશનભાઇ શિયાળ અને રાજેશ અરજણભાઇ લોઢારી.
વોર્ડ નં. ૯: ક્રિષ્નાબેન હિતલભાઇ રાજાણી, મીતા વિકાસ જોષી, વિક્રમભાઇ વેજાભાઇ ઓડેદરા અને સાગર રાજેશ (મનુભાઇ) મોદી.
વોર્ડ નં. ૧૦: દક્ષા મિતેશ માવાણી, હેતલ ભાસ્કર સાણથરા, ભરત (આશિષ) ઉદાભાઇ વાઘ અને સાગરભાઇ વેજાભાઇ ઓડેદરા.
વોર્ડ નંબર ૧૧ થી ૧૩ ના ઉમેદવારો:
વોર્ડ નં. ૧૧: ક્રિષ્નાબેન અનિલભાઇ કોટિયા, લીરી ગોવિંદ કોડીયાતર, વનરાજ પરબત કેશવાલા અને મિલન જયેશભાઇ મસાણી.
વોર્ડ નં. ૧૨: વર્ષાબેન જયેશભાઇ કારાવદરા, મધુબેન સતિષકુમાર જોશી, જયભાઈ રાજશી ચૌહાણ અને રણમલ મેપા ઓડેદરા.
વોર્ડ નં. ૧૩: હિરલબેન વિશાલભાઇ ભૂતિયા, ઉષાબેન ભરતભાઇ ઓડેદરા, રાહુલ ભરતભાઇ ચુડાસમા અને પ્રતાપભાઈ ગીગા ઓડેદરા.
આ યાદીમાં મહિલા અનામત બેઠકો પર સુશિક્ષિત અને પાયાની કાર્યકર બહેનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટે યાદી જાહેર કરતા આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ટીમ પોરબંદરમાં ભાજપનો ભગવો લહેરાવશે. યાદી જાહેર થતા જ પોરબંદર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
