તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Friday, 10th April 2026
જામનગર જિલ્લામાં સ્થનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માં શુક્રવારે સંખ્યા બંધ ઉમેદવારી પત્ર રજૂ થયા
મહાનગર પાલિકામાં ૫૯ ,જિલ્લા પંચાયત માં ૪૨, તાલુકા પંચાયતમાં ૧૬૯અને સિક્કા ન. પા.માં ૧૦ ફોર્મ ભરાયા: શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે ભાજપે આજે સુધી પોતાના એક પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી

જામનગર:જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની ૨૪, તથા ૬ તાલુકા પંચાયતો ની ૧૧૨ અને સિક્કા નગર પાલિકા ની ૨૮ બેઠકો માટે આજે શુક્રવારે પાંચમાં દિવસે અનેક ઉમેદવારી પત્રો રજૂ થયા હતા .
જામનગર મહાનગરપાલિકા ના ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આજે પાંચમાં દિવસે કુલ ૫૯ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા .
જ્યારે જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે ની ચૂંટણી અન્વયે આજે પાંચમા દિવસે ૪૨ ઉમેદવારી પત્ર ભરાયા હતા .
તેમજ જિલ્લાની છ તાલુકા પંચાયત ની ૧૧૨ બેઠકો ની ચૂંટણી માટે આજે ૧૬૯ ઉમેદવારો એ પોતા ની ઉમેદવારી નોંધાવી છે.
ઉપરાંત સિક્કા નગરપાલિકાની ૨૮ બેઠકની ચૂંટણી માટે આજે ૧૦ ફોર્મ ભરાયા છે .આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે ભાજપે આજે સુધી પોતાના એક પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. જે તમામ આવતીકાલે શનિવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિવિધ રાજકીય પક્ષના બાકી બેઠક માટે ના ઉમેદવારો પણ શનિવારે ઉમેદવારી નોંધાવશે
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
