<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

રાણાવાવ પાસે ટ્રકમાંથી અઢી લાખનો દારૂ-બીયરનો જથ્‍થો ઝડપાયો

ઇંગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલો તથા બીયરના ટીન ભરેલા પુઠ્ઠાના ર૧ બોકસ લઇ જતો ટ્રક ડ્રાઇવર ઝડપાયોઃ રાણાવાવના અમીન જુસબભાઇએ દારૂ મંગાવ્‍યાનું ખુલ્‍યું : પાઇલોટીંગ કરનાર કાર નાસી ગઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦ : રાણાવાવ પાસે એલસીબી ટીમે શંસ્‍કાસ્‍પદ ટ્રકમાંથી ઇંગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલોનો જથ્‍થો તથા સાથે બીયર ટીન ભરેલા પુંઠ્ઠાના ર૧ બોકસ મળી કુલ ર,પ૩,રર૦નો મુદામાલ પકડી લીધો હતો. આ દારૂ લઇ જનાર ટ્રક ડ્રાઇવર રીયાઝ ગફારભાઇની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં આ દારૂ રાણાવાવના અમીન જુસબભાઇએ મંગાવ્‍યાનું ખુલ્‍યું છે.

એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. આર.કે.કાંબરીયા તથા એલ સી બી સ્‍ટાફ આગામી સ્‍થાનીક સ્‍વરાજની ચુટણી સબબ પેટ્રોલીંગમાં  દરમ્‍યાન રાણા બોરડી ગામના પાટીયા પાસે પહોંચતા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા તથા ઉદયભાઇ વરૂ તથા નટવરભાઇ ઓડેદરાને બાતમી મુજબ જામનગર તરફથી ટ્રક નં. GJ-09-AV-6993 માં વિદેશી દારૂનો જથ્‍થો ભરાઇને આવતા અને તે પહેલા  જામનગર તરફથી રાણાવાવ તરફ એક ફુલ સ્‍પીડમા ફોર વ્‍હીલ કાર આવતી હોય જેને હાથ વડે ઇસારો કરી રોકાવતા કાર ચાલકે પોતાની કાર રોકેલ નહી.

તે કારની  હકિકતવાળો ટ્રક આવતો હોય જે ટ્રકને રોકાવી ટુક ચેક કરતા ટ્રકની કેબીન ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન ભરેલ પુઠ્ઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર રીયાઝ ગફારભાઇ કાતીયાર ઉ.વ.૨૮ રહે. રાણાવાવ વાળાના કબ્‍જાના ટ્રક વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-૨૧ કુલ બોટલો નંગ-૨૦૨ કિ.રૂા.૨,૨૨,૨૦૦/- તથા બીયરના ટીન નંગ-૧૪૧ કિ.રૂા.૩૧.૦૨૦/- મળી કુલ.કિ.રૂા. ૨.૫૩.૨૨૦/- તથા ટાટા કંપનીનો ટ્રક  કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- તથા એન્‍ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા. ૫૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ૭.૫૮.૨૨૦/- ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી તથા દારૂનો જથ્‍થો મંગાવનાર તથા ટ્રક આગળ પાયલોટીંગ કરનાર અમીન જુસબભાઇ પઢીયાર રહે રાણાવાવ વાળાઓ વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમા પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુન્‍હો  દાખલ કરેલ છે

(11:35 AM IST)