તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ભાવનગરના વેજોદરી ગામે ૪.૧૬ લાખના લીલા ગાંજા સાથે ઝડપાયો
પ્લોટમાં શેરડીના પાક વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦: ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફને બાતમી રાહે હકીકત મળી હતી કે, તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતા પરશોતમ ગોવિદભાઈ ડોડીયાએ તેના વેજોદરી ગામે પીથલપુર રોડ પર જુની વાવના કેડા ઉપર આવેલા પ્લોટમાં શેરડીના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરી રાખ્યુ છે. જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા પ્લોટમાં શેરડીના પાક વચ્ચે માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મળી આવતા એફએસએલને વાકેફ કરતા એફએસએલ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અન ખરાઈ કરતા નશાકારક ગાંજાના છોડ હોવાનું ફલીત થતા એસઓજી સ્ટાફે લીલા ગાંજાના ૨૧ છોડ (વજન ૧૬ કિલો, ૬૪૦ ગ્રામ, કિમત રૂા. ૪.૧૬ લાખ)નો જથ્થો મળી આવતા કબજે લઈ પરશોતમ ડોડીયાની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેણે પોતાને ગાંજો પીવાની ટેવ હોય જેથી ગાંજો પીવા તેમજ સાધુ સંતો માટે પોતાના પ્લોટમાં ગાંજાના છોડનું વાવેતર કર્યાની કબુલાત આપી હતી. જેના પગલે સ્પેશિયલ ઓપરેશન ગૃપના મહિપાલસિહ દિલુભા ગોહિલે દાઠા પોલીસ મથકમાં શખ્શ સામે ફરીયાદ આપતા પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
