તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
પોરબંદર પાસે ટોલ નાકાને ટ્રક ડ્રાઇવર દ્વારા ૧.૧૦ લાખનું નુકશાન
કર્મચારીઓ ના પાડી છતા ટ્રક સાથેની ક્રેઇન ટોલ નાકામાંથી પસાર કરતા કલેકશન કેબીન તુટી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯ : નજીકના કુછડી ટોલનાકામાંથી ટ્રક ટ્રેલર સાથે જોડાયેલી ક્રેઇન પસાર કરવાની ના પાડવા છતા રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરે ટ્રક ટ્રેલર સાથે જોડાયેલી ક્રેઇન પસાર કરતા ટોલનાકાની કેબીન તુટી જતા ૧,૧૦ લાખનું નુકશાન થયું હતું.
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં કુછડી ટોલનાકા કર્મચારી વિજયભાઇ વસ્તાભાઇએ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ ક રાજસ્થાન ડુંગરપુરની ટ્રક ટ્રેલર ડ્રાઇવર મનોજ ગોવિન્દભાઇને ટ્રક ટ્રેલર સાથેની ક્રેઇન ટોલનાકામાંથી પસાર કરવાની ના પાડવા છતાં ટ્રક ટ્રેલર સાથેની ક્રેઇન પસાર કરતા ટોલ નાકાની કલેકશન કેબીન તુટી ગઇ હતી અને ૧,૧૦ લાખનું નુકશાન થયું હતું. હાર્બર મરીન પોલીસ સ્ટેશનના એએસઆઇ ક.ેબી.લોઢારી વધુ તપાસ ચલાવે છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
