<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

મોરબીમાં બુધવારે મોરબી મહાપાલિકા માટે 9 ફોર્મ ભરાણા.

- મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આજે બુધવારના રોજ ફોર્મ ભરવાના દિવસે મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

મહાનગરપાલિકામાં 9 ફોર્મ ભરાયા
મોરબી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે આજે બુધવારે કુલ 9 ઉમેદવારી પત્રો ભરાયા છે. અગાઉના દિવસોમાં એક પણ ફોર્મ ભરાયું નહોતું, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગતિ જોવા મળી છે.
1.વોર્ડ- 2 - કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, લાયન્સનગર,નવલખી રોડ,મોરબી - આમ આદમી પાર્ટી
2.વોર્ડ- 2- તેજલ કિરણભાઈ કાનગડ, યમુનાનાગર,નવલખી રોડ,સેન્ટ મેરીની પાછળ,મોરબી – આમ આદમી પાર્ટી
3.વોર્ડ- 2- જયેશ ખીમજીભાઈ સારેસા, ડો.આંબેડકર કોલોની - ૪,રેલ્વે સ્ટેશન પાછળ,મોરબી. - આમ આદમી પાર્ટી
4.વોર્ડ- 2 - ઈકબાલભાઈ હુસેભાઈ કટિયા, બ્લોક
નં.ર૬૧,કુલીનગર-૨,વીશીપરા,મોરબી, – આમ આદમી પાર્ટી
5.વોર્ડ- 4 -લલિત વિરજીભાઈ ખરા ઈંદિરાનગર,મહેન્દ્રનગર
પાર્ટ,મોરબી-ર, - આમ આદમી પાર્ટી
6.વોર્ડ- 8 - અસ્લમ ઇકબાલભાઈ ઓડિયા, બાવળીયા પીરની દરગાહ સામે. ક્રિષ્ના પાર્ક-ર, વાવડી, - આમ આદમી પાર્ટી
7.વોર્ડ- 8 - અન્નપુર્ણાબેન હર્ષદભાઇ ઘુમલિયા, બ્લોક નં.૧03, રામસેતુ પેલેસ, રૂષભ પાર્ક, પંચાસર રોડ, - આમ આદમી પાર્ટી
8. વોર્ડ-10 વીરજીભાઈ નરશીભાઈ ચાવડા, ચાવડાની વાડી,ઘંટી પાસે,કેનાલ રોડ,મોરબી-363641 - આમ આદમી પાર્ટી
9. વોર્ડ-10 લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા, મોમાઈ પ્રોવિઝન સ્ટોર,દલવાડી સર્કલ, શનાળા બાયપાસ,મોરબી – આમ આદમી પાર્ટી
1. 1. 3- ચિત્રાખડા - કનુબેન સુરેશભાઈ ડાભી - કોંગ્રેસ
2. 4- ઢુંવા - જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા - કોંગ્રેસ

(1:04 AM IST)