તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદ અને ડબલ રકમ ચૂકવવાનો હુકમ.
પૈસા ચૂકવવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની જેલની સજા ફટકારવાનો મોરબી કોર્ટનો આદેશ

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં પાટીદાર ટ્રેડિંગના નામે ચાઈના ક્લે વોશ મટીરીયલનો વ્યવસાય કરતા મનીષભાઈ સવજીભાઈ પૈજા પાસેથી કેશરી મેનેજમેન્ટના પ્રોપરાઈટર જયદીપભાઈ કે. ગોસ્વામીએ 9,44,138 ની રકમનો માલ ખરીદ્યો હતો. આ લેણી રકમ પેટે આરોપીએ અલગ-અલગ તારીખના કુલ 9 ચેકો આપ્યા હતા. ફરિયાદીએ આ ચેકો આઈસીઆઈસીઆઈ બેંકની મોરબી શાખામાં જમા કરાવતા આરોપીના ખાતામાં અપૂરતું ફંડ હોવાને કારણે તમામ ચેકો પરત ફર્યા હતા. આ અંગે નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા મનીષભાઈએ એડવોકેટ નિકુંજભાઈ કોટક મારફત મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે કેસ દાખલ કર્યો હતો.
આ કેસ મોરબીના ન્યાયાધીશ પ્રશાંતભાઈ પરમાનંદભાઈ શાહની કોર્ટમાં ચાલી જતાં, ફરિયાદી પક્ષના વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે હુકમ કર્યો છે:
આરોપી જયદીપભાઈ કે. ગોસ્વામીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
ચેકની રકમ કરતા બમણી રકમ એટલે કે 18,88,276 વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.
કોર્ટે ચેકની રકમ 9,44,138 પર તારીખ 21-8-2016 થી વાર્ષિક 9% વ્યાજ પણ ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોરવામી, વિશાલભાઈ ચાવડા અને કિશોરભાઈ સુરેલા રોકાયેલા હતા
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
