<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ધારીગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાં બિમારીના કારણે એક સિંહનું મોત: વન વિભાગમાં દોડધામ

સાવરકુંડલા રેવન્યુના નેરા વિસ્તારમાંથી 2 થી 3 વર્ષના સિંહનું મોત :વનવિભાગ દ્વારા સિંહના મોતને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ધારીગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાં બીમારીના કારણે સિંહનું મોત થયું છે. સાવરકુંડલા રેવન્યુના નેરા વિસ્તારમાંથી 2 થી 3 વર્ષના સિંહનું મોત થયુ છે. વનવિભાગ દ્વારા સિંહના મોતને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધારીગીર પૂર્વ અને શેત્રુંજી વન વિભાગ દ્વારા ખાસ ઉનાળામાં સિંહોનું મોનિટરિંગ અને ડી વોર્નિંગનો અભાવ. ગત વર્ષ પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સિંહોના ટપોટપ મોત થયા હતા. ગત વર્ષ સિંહ ગણતરી બાદ સાવરકુંડલા,ખાંભા,રાજુલા અને જાફરાબાદમાં બીમારીને કારણે સિંહોના થયા હતા મોત. ખાસ કરીને ઉનાળામાં સિંહબાળના સૌથી વધારે મોત થતા હોય છે. ઉનાળાની શરૂઆત સાથે સાવરકુંડલા રેન્જમાં બીમારીથી સિંહનું મોત થતા દોડધામ. સાવરકુંડલા વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહનું પીએમ કરી તપાસ હાથ ધરવામા આવી. બીમારીથી વનવિભાગમાં દોડધામ મચી છે

(8:58 PM IST)