તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
હળવદના ચરાડવા ગામે ગાંજાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખની ખંડણી માગનાર કથીત પત્રકાર મેહુલ ભરવાડની ધરપકડ

હળવદઃ હળવદના ચરાડવા ગામે કારખાને દારને ગાંજાના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માગનાર લાલા શાંતિભાઇ પરમાર તથા કથિત પત્રકાર મેહુલ મશરૂભાઇ દોરાણા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ હળવદના પીઆઇ આરટી વ્યાસ તથા ટીમે કથિત પત્રકાર મેહુલ દોરાણા(ભરવાડ) રહે. સુનીલ નગર હળવદની ધરપકડ કરી છે. પકડાયેલ મેહુલ સામે અગાઉ કેમીકલ ચોરીનો ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં મેહુલ પાસે પત્રકારત્વને લગતી કોઇપણ ડીગ્રી ન હોવાનું ખુલ્યુ છે અને તે હળવદ બ્રેકિંગના નામે ન્યુઝ ચલાવતો હોવાનું ખુલ્યુ છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
