તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
કેશોદમાં ગઠીયો ૧.૭૦ હજારની રોકડ બાઈકના થેલામાંથી સેરવી પલાયન
ભાગી છૂટેલાં ગઠિયા પોલીસને હાથવેંતમાં

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૦૮, કેશોદ તાલુકાના કોયલાણા (લાઠિયા) ગામના બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામનો ખેડૂત યુવક પોતાની વાડીની ઉપજની રકમ સ્ટેટ બેંક ઇન્ડિયામાં જમા હોય ઉપાડવા આવ્યો હતો. જેમાંથી તેણે ૧ લાખ ૭૨ હજાર જેવી રકમ ઉપાડી અને ૨ હજાર હજાર ખીસ્સામાં રાખ્યાં હતાં જયારે બાકીના ૧ લાખ ૭૦ હજાર જેવી રોકડ રકમ બાઇકના પાછળના ભાગે ચેઇનથી બંધ કરાયેલાં થેલામાં રાખી હતી.
હજુ તો આ યુવક બાઈક લઈ ૧૫૦ મીટર દુર ઠંડુ પીવા એક ઠંડા પીણાની દુકાને ઉભો હતો.
ત્યાં તો અજાણ્યાં ગઠિયાઓ તેની નજર ચુંકવી આ રકમ ઉઠાવી લઈ ફરાર થયાં હતાં. ભોગ બનનાર યુવકે પોતે રોકડ રકમ ઉપાડી હોય અને બેંકની બહાર નીકળ્યો ત્યારે તેમની રેકી કરવામાં આવતી હોય ત્રણ ગઠિયા પૈકી એક બાળ ગઠિયો હોવાની વિગતો આપી હતી આ ત્રણેય ગઠિયાઓ ઘટનાને અંજામ આપી બાઈક પર જુનાગઢ તરફ ભાગ્યાં હોય કેશોદ પોલીસને જાણ કરાતાં જુનાગઢ પોલીસને સતર્ક કરાઈ હતી.
આ બનાવમાં પોલીસની ઝડપી કામગીરીને લઇ મુદામાલ અને ભાગી છુટેલાં ગઠિયાઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
