<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

કચરા નિકાલના અઢી કરોડના ગોલમાલ કેસમાં ભ્રષ્‍ટાચારનો પર્યાય બનતી ખંભાળીયા પાલીકા

રાજય સરકારે ખાસ ગ્રાન્‍ટ ફાળવી પરંતુ સુવિધાના બદલે ગેરરીતી શરૂ થઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૮: પાલીકામાં એટલા બધા ભ્રષ્‍ટાચાર થાય છે. ભાગ લેવાના એટલા બધા કહેવાતા ભ્રષ્‍ટાચારો થાય છે કે પાલીકા ખંભાળીયા એટલે ભ્રષ્‍ટાચારનો પર્યાય શબ્‍દ બની ગયાની સ્‍થિતી જેવું લાગે છે.

સામાન્‍ય રીતે ચુંટાયેલા પદાધિકારીઓના જ શાસનમાં ભ્રષ્‍ટાચાર ચાલતો હોય છે. જયારે અહી હાલમાં વર્ગ-રના જીએએસ અધિકારીનું વહીવટદાર શાસન છે. તેમાં પણ ભ્રષ્‍ટાચાર યથાવત છે.

પાલીકા વર્ષોથી કચરાના ઢગલા ગામમાંથી એકત્ર કરીને તરઘડી પાસે ડમ્‍પીંગ યાર્ડમાં કચરો નાખતુ હતું. જયાં વારંવાર આગના બનાવો બનતા તથા વર્ષોની ગંદકીથી ગંધાતી સ્‍થિતિનું સ્‍થળ હતું. જેની પાલીકાને રાજય સરકારે ખાસ ગ્રાંટ આપીને અઢી કરોડના ખર્ચે આ કચરાના નિકાલની પ્રક્રિયા શરૂ થઇ અને ભ્રષ્‍ટાચારની ગંગા શરૂ થઇ.

કોન્‍ટ્રાકટરને એક ટન કચરાના નિકાલ માટે ૩પ૦ રૂપીયા ટને ચુકવવાના છે. એટલે કે ર૦ ટનના ટ્રકના સાત હજાર રૂપીયા ચુકવવાના થાય પણ પાલીકાના અધિકારી અને કોન્‍ટ્રાકટર સાંઠગાંઠના ભ્રષ્‍ટાચારથી અહી પાલીકાનો કોઇ કર્મચારી કે અધિકારી કોન્‍ટ્રાકટર પર દેખરેખમાં જ નથી. 

(1:18 PM IST)