તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
ભાવનગર પોલીસે ₹21.37 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટમાં ગુજસીટોકનો ગુન્હો :10 માંથી 9 આરોપીઓની ધરપકડ
134 મ્યુઅલ એકાઉન્ટ્સ દ્વારા વિદેશી હવાલા ઓપરેશન ચલાવતી આ ગેંગ વિરુદ્ધ ગુજરાતનો બીજો સાયબર ગુજસીટોક (GUJCTOC) ગુનો નોંધાયો:કેસમાં 272 અરજીઓ અને કરોડોના શંકાસ્પદ વ્યવહારોની તપાસ ચાલુ

ગુજરાતમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે એક મોટી કાર્યવાહી કરતા ભાવનગર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્રોડનો પર્દાફાશ કરતાં ખળભળાટ મચી ગયો છે. 21 કરોડના આ આ મહા ફ્રોડની ગંભીરતાને જોતા પોલીસ ભાવનગર પોલીસ દ્વારા 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ' (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સામાં આ બીજો ગુજસીટોક ગુનો છે. સાથે જ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ફરાર છે. ભાવનગર પોલીસની આ કાર્યવાહીથી સમગ્ર રાજ્યોમાં હડકંપ મચી ગયો છે.
ભાવનગરની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ નિર્દોષ લોકોને વધુ વ્યાજની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી હતી. આ એકાઉન્ટ્સ ટેકનીકલ ભાષામાં 'મ્યુઅલ એકાઉન્ટ' તરીકે ઓળખાય છે. આ ગેંગ દ્વારા કુલ 134 જેટલા આવા એકાઉન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એકવાર એકાઉન્ટ ખૂલી જાય પછી, ગેંગના સભ્યો તે ખાતાધારકો પાસેથી ડેબિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક પડાવી લેતા હતા જેથી તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે થઈ શકે.
પોલીસ તપાસ દરમિયાન આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આ સમગ્ર નેટવર્ક દ્વારા કુલ ₹21,37,22,197 નું સાયબર ફ્રોડ (Cyber Fraud) આચરવામાં આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 272 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ નોંધાઈ છે, જેમાંથી ₹8.11 કરોડના સીધા બેંક ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ નાણાકીય વ્યવહારો વિદેશી સ્થળો સાથે જોડાયેલા છે, જે સ્પષ્ટ કરે છે કે આ એક મોટું આંતરરાષ્ટ્રીય હવાલા ઓપરેશન છે.
આ વ્યવસ્થિત રીતે ચાલતા સંગઠિત ગુનાખોરીના નેટવર્કમાં કુલ 10 સભ્યો સામેલ હતા. દરેક સભ્યને સ્પષ્ટ ભૂમિકા સોંપવામાં આવી હતી, જેમ કે એકાઉન્ટ હોલ્ડર શોધવા, બેંકિંગ ડોક્યુમેન્ટ્સ હેન્ડલ કરવા અને નાણાંની હેરફેર કરવી. પોલીસે આ ગેંગના 9 લોકોની ધરપકડ કરી છે, જેમાં આર્યન ઉર્ફે લખન જોશેતા, શૈલેષ ચૌધરી, રાહુલ ગોહિલ, માહિન કુરેશી, યુનુસ કુરેશી, મિહિર સરવૈયા, અમન ઓફથાની, સાફિન કુરેશી અને હર્ષદસિંહ સરવૈયા અને દીપક ગોહિલનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય આરોપી પૈકીનો એક દશરથ ધાંધલા હાલ ફરાર છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
