<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

હેમુગઢવી પરિવાર દ્વારા સાયલાના ઢાંકણીયા ખાતે શ્રીમદ્‌ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું ભવ્‍ય આયોજન

ઢાંકણીયાના ‘હેમતીર્થ' ખાતે ખ્‍યાતનામ કલાકારોની સંતવાણી સાથે અનેક સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્‍થિતિ

રાજકોટઃ સ્‍વર્ગસ્‍થ હેમુભાઈ નાનભા ગઢવીના પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભક્‍તિ, જ્ઞાન અને વૈરાગ્‍યના અમૃત તુલ્‍ય શાષ શ્રીમદ્‌ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ કથા સાયલા તાલુકાના ઢાંકણીયા ગામમાં આવેલા હેમતીર્થ ખાતે ચાલી રહી છે. કથાની શરૂઆત તા.૦૩ ને શુક્રવારના રોજ થયેલ અને તેની પૂર્ણાહુતિ તા.૯ને ગુરુવારના રોજ થશે. કથાના વક્‍તા તરીકે પીપરાળી વાળા શાષી શ્રી હિતેશ મહારાજ વ્‍યાસપીઠ પર બિરાજીને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. પૂજ્‍ય મોરારીબાપુના આશીર્વચન પણ આ પાવન પ્રસંગે પ્રાપ્ત થયા છે.

કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૬ વાગ્‍યા સુધીનો. કથાના પ્રારંભે તા.૩, શુક્રવારના રોજ સવારે ૯ કલાકે હેમતીર્થથી કથા સ્‍થળ સુધી પોથી યાત્રા નીકળી હતી. કથા દરમિયાન શ્રી કૃષ્‍ણ જન્‍મ ઉત્‍સવ ખૂબ જ ભાવપૂર્વક ઉજવાયો હતો અને આવતીકાલે તા.૮ ને બુધવારના રોજ રુક્‍મણિ વિવાહનો પ્રસંગ ઉજવાશે. જ્‍યારે તા.૯ને ગુરુવારના રોજ બપોરે ૧૨ કલાકે પુર્ણાહુતી યજ્ઞ યોજાશે.

આ કથાના મનોરથી તરીકે ગંગાસ્‍વરૂપ હરીબા હેમુભાઈ ગઢવી, સર્વશ્રી બિહારી હેમુ ગઢવી, રાજેન્‍દ્ર હેમુ ગઢવી, અનિલ હેમુ ગઢવી અને જયવીર જીતુભાઈ ગઢવી છે. આ કથા પરિવારના દિવંગત પુણ્‍યાત્‍માઓ સ્‍વર્ગસ્‍થ નાનભા રવુભા ગઢવી, સ્‍વર્ગસ્‍થ બાલુબા નાનભા ગઢવી, સ્‍વર્ગસ્‍થ જીલુભા નાનભા ગઢવી, સ્‍વર્ગસ્‍થ હેમુભાઇ નાનભા ગઢવી, સ્‍વર્ગસ્‍થ હરીબા હેમુભાઇ ગઢવી, સ્‍વર્ગસ્‍થ જીતુભાઇ હેમુભાઈ ગઢવી, સ્‍વર્ગસ્‍થ મોરારદાન જીલુભા ગઢવી, અરુણાબા બિહારીદાન ગઢવી અને નિર્મળાબા રાજેન્‍દ્ર ગઢવીના મોક્ષાર્થે યોજવામાં આવી હોવાનું પત્રિકામાં જણાવ્‍યું છે.

આ જ્ઞાનયજ્ઞમાં અનેક સંતગણ, ચારણ જગદંબાઓ અને મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. જેમાં મહા મંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ઉનડબાપુ (પાળીયાદ), શ્રી ચારણ ઋષિ બાપુ (કબરાઉ), પૂજ્‍ય શ્રી રામકુબાપુ (ધજાળા), પૂજ્‍ય શ્રી ભરતબાપુ (ધજાળા), પૂજ્‍ય શ્રી દુર્ગાદાસબાપુ (સાયલા), પૂજ્‍ય શ્રી ગિરીશઆપા મોડ (મઢડા), પૂજ્‍ય શ્રી કિશોરબાપુ અને પૂજ્‍ય શ્રી આલકુબાપુ (સોનગઢ) ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત ચારણ જગદંબાઓ આઇશ્રી કંચન મા (મઢડા), આઇશ્રી આઈ બેલી મા (કેશોદ), આઇશ્રી દેવલ મા(બલિયાવડ) અને આઇશ્રી આઈ શ્રી રૂપલ મા (ગીર) પણ પાવન પગલાં કરશે.

મહાનુભાવોમાં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી  માંધાતાસિહજી જાડેજા, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, ધારાસભ્‍ય શ્રી કિરીટસિહજી રાણા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્‍ય મંત્રી શ્રીમતિ રીવાબા જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ શ્રી ડો. ભરત બોઘરા, પૂર્વ સાંસદ શ્રી રમેશ ધડુક અને પદ્મશ્રી ભીખુદાનજી ગઢવી ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

કથા દરમિયાન રાત્રે ૯ કલાકે ભવ્‍ય સંતવાણી અને લોકસાહિત્‍યના કાર્યક્રમો પણ રાખવામાં આવ્‍યા છે.

શનિવારના રોજ સુશ્રી લલીતાબેન ઘોડાદ્રા, પ્રદીપ ગઢવી, રાજુભાઇ ગઢવી, માલદે આહીર, હરેશ સુરુ અને જીતુ કવિ 'દાદ' પોતાની કલા પીરસી હતી.

 ર્ં સોમવારે પદ્મશ્રી હેમંત ચૌહાણ, દિપક હરિયાણી, કિર્તીદાન ગઢવી, નિરંજન પંડ્‍યા, ધીરુભાઈ સરવૈયા, દેવરાજ ગઢવી અને મેરાણ ગઢવીએ કાર્યક્રમ રજૂ કરેલ. આવતીકાલે બુધવારના રોજ ધીરુભાઈ સરવૈયા, માયાભાઇ આહીર, સુખદેવ ધામેલીયા, રાજેન્‍દ્ર ગઢવી, વિશાલ ગઢવી, પરેશ ગઢવી અને કરણદાન ગઢવી લોકસાહિત્‍યની રમઝટ બોલાવશે.

આ તમામ કાર્યક્રમોનું સંચાલન શ્રી યોગેશ ગઢવી (બોક્ષા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. વધુ માહિતી અને સંપર્ક માટે ગઢવી પરિવારના મોબાઈલ નંબર ૯૯૨૫૦ ૭૫૪૩૭, ૯૨૬૫૦ ૪૨૦૮૯, ૯૮૨૫૧ ૨૬૫૮૧ અને ૯૬૮૭૧ ૧૧૭૧૧ નો સંપર્ક કરી શકાશે

(11:50 AM IST)