તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
વૈશ્વિક તણાવ વચ્ચે કચ્છની દરિયાઈ સરહદે મરીન કમાન્ડો હાઈ એલર્ટ :જખૌ સેક્ટરમાં સઘન પેટ્રોલિંગ
કોસા, લીમલીવાંઢ અને મોહાડી સુધી મરીન ફોર્સનું સર્ચ ઓપરેશન: માછીમારોને શંકાસ્પદ બોટ અને ડ્રગ્સ મામલે સતર્ક રહેવા સૂચના

કચ્છ જિલ્લાની સંવેદનશીલ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. વર્તમાનમાં ચાલી રહેલી વૈશ્વિક યુદ્ધની (Global War) પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની પશ્ચિમ સરહદે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા દરિયાઈ તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન કોસા, લીમલીવાંઢ અને મોહાડી સુધીના દરિયાઈ કિનારાના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલને રોકવા માટે અદ્યતન સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરક્ષા દળોએ સ્થાનિક માછીમારો સાથે બેઠક યોજીને તેમને શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી બોટો અને ડ્રગ્સ (Drugs) જેવા કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું છે. માછીમારોને જણાવાયું છે કે જો દરિયામાં કોઈ પણ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી.
વર્તમાન યુદ્ધની સ્થિતિમાં દરિયામાં તૂટી પડેલા જહાજો, બોટો કે મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલા સાધનોના અવશેષો તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે. આ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે આવી કોઈ પણ વસ્તુને અડક્યા વગર તુરંત પોલીસ કે મરીન કમાન્ડોને જાણ કરવામાં આવે. રાષ્ટ્રની સુરક્ષા કાજે દરિયાઈ બોર્ડર પર હાલ રાત-દિવસ કડક નિગરાની રાખવામાં આવી રહી છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
