<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિવાદ બાદ ભાજપના તાલુકા કોષાધ્યક્ષે રાજીનામું આપ્યું

જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના આરોપી હાર્દિક શર્માને પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવી દેવાતા વિવાદ શરૂ થયો હતો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિવાદ બાદ ભાજપના તાલુકા કોષાધ્યક્ષે રાજીનામું આપ્યું છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના નવનિર્મિત માળખામાં જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના આરોપી હાર્દિક શર્માને પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવી દેવાયા હતા. જે બાદ વિવાદ શરૂ થયો હતો. જો કે હાર્દિક શર્માના રાજીનામાથી હાલ સમગ્ર વિવાદ ઉકેલાયો છે. આ અંગે જિલ્લા ભાજપ મહામંત્રીએ દાવો કર્યો કે નિમણૂક વખતે કાર્યકર્તા કોણ છે તેનું ધ્યાન રખાતું હોય છે. આ કાર્યકર્તાને જવાબદારી સોંપાઈ ત્યારે તેમણે તરત જ પદનો અસ્વિકાર કર્યો હતો. શું કેસ તે અંગે પાર્ટીનું જે તે સમયે ધ્યાન ન હતું. પરંતુ હાલ રાજીનામું લેવાઈ ગયું છે.

(7:29 PM IST)