તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમરેલીના ખાંભાના નાનુડી રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ સમયસર કાબૂમાં ના લેવાતા 80 વીઘાથી વધુ રેવન્યુ વિસ્તાર બળીને ખાક થયો
5 કલાક બાદ મોડી રાતે ખાંભા મામલતદાર વનવિભાગ પોલીસની સંયુક્ત ટિમ પહોંચી: તંત્ર સમયસર નહીં પહોચતા 80 વીઘાથી વધારે રેવન્યુ વિસ્તાર બળીને ખાખ થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

અમરેલીના ખાંભાના નાનુડી રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ સમયસર કાબૂમાં ના લેવાતા 80 વીઘાથી વધુ રેવન્યુ વિસ્તાર બળી ગયો હતો નાનુડી ગામ નજીક બરસીયા ડુંગરમાં આગની ઘટના બની હતી. તંત્ર સમયસર નહીં પહોચતા 80 વીઘાથી વધારે રેવન્યુ વિસ્તાર બળીને ખાખ થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. 5 કલાક બાદ મોડી રાતે ખાંભા મામલતદાર વનવિભાગ પોલીસની સંયુક્ત ટિમ પહોંચી હતી વહીવટી તંત્ર દ્વારા માત્ર આગ બુજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા રેવન્યુ 80 વીઘા કરતા વધુનો ડુંગરાળ વિસ્તાર આગથી મોટાભાગનો બળી ગયો છે. તંત્રની લાપરવાહીના કારણે આગ વધુ વકરી હતી
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
